1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકમાં 70.18 ટકા વૃદ્ધિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકમાં 70.18 ટકા વૃદ્ધિ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકમાં 70.18 ટકા વૃદ્ધિ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTC દ્વારા વર્ષ 2008માં ઓનલાઈન પેસેન્જેર રીજર્વેશન સીસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી અને વર્ષ 2013માં વેબસાઈટ તથા વર્ષ 2019માં IOS અને એન્ડ્રોઇડએપ્લિકેશનલૉન્ચ કરવામાં આવી છે જેના થકી ફોન બુકિંગ, બુકિંગમાં ફેરફાર, લીંક સર્વિસ, વેઈટીંગ લીસ્ટ અને ઈ- વોલેટ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. ડિજીટલ ક્રાંતિના કારણે ગુજરાત એસટીની આવકમાં વધારો થયો છે. 2021-22માં  આવક રૂ. 280.61 કરોડ થયાની સાથે સીટોમાં 63.17નો વધારો જોવા મળ્યો છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTC દ્વારા જણાવ્યાનુસાર, વર્ષ ૨૦૨૦માં સેવા સેતુ પોર્ટલ પર મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે જેના પરિણામે વર્ષ 2021ના દિવાળી તહેવારો દરમિયાન એક જ દિવસમાં સમગ્ર દેશના STU માંથી ગુજરાત એસ.ટી નિગમમાં સૌથી વધુ ૯૪,૫૩૯ ટીકીટનું બુકિંગ થયું હતું. જે ટીકીટ થકી નિગમને એક જ દિવસમાં રૂ. 1,80,17,923ની આવક થઇ હતી. જેમાં મોબાઇલ એપ્લીકેશન થકી એક જ દિવસમાં સૌથી વધારે 21868 ટીકીટોનું બુકિંગ થયું હતું. વર્ષ 2021 સતત 37 દિવસ સુધી દરરોજ રૂ. 1 (એક) કરોડથી વધારે નું ઓનલાઈન બુકિંગ થયું હતું.

એસ.ટી. નિગમ દ્વારા પ્રાયોગિક ધોરણે 65 પ્રિમિયમ બસમાં સ્વાઈપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી પોતાના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા QR કોડ વડે POS મશીનથી ટિકિટ મેળવી શકશે. હાલ પ્રાયોગિક ધોરણે નિગમની 65 વોલ્વો અને એ.સી. કેટેગરીની પ્રીમિયમ બસમાં આ સુવિધા શરુ કરાઈ છે. અગામી દિવસોમાં વધુ 45 બસોમાં સ્વાઈપ ઉપલબ્ધ કરવામાં આવશે. આવનારા સમયમાં બધી બસોમાં સ્વાઈપ કરી ટિકિટ આપવાની કામગીરી પણ ખૂબ જલદી હાથ ધરવામાં આવશે.

ડિજીટલ ક્રાંતિને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકનો માર્ગ પણ મોકળો બન્યો છે. વર્ષ 2019-20માં આવક રૂ. 270.72 કરોડ હતી અને 31.13 % સીટો નો વધારો થયો હતો ત્યારે 2020-21માં કોરોનાના કારણે વાહન વ્યવહારમાં મંદી જોવા મળી હતી અને આવકમાં ઘટાડો થયો હતો. 2021-22માં  આવક રૂ. 280.61 કરોડ થયાની સાથે સીટોમાં 63.17નો વધારો જોવા મળ્યો છે અને કુલ આવકમાં 70.18% ની વૃદ્ધિ જોવા મળી છે.

મુસાફરને વાઈફાઈ, ઈન્ટરનેટની સગવડતા માટે રાજ્યના જુદા જુદા 95 સ્ટેશન પર GSUAN(GTPL), BSNL, GSRTC(GTPL) ઈન્ટરનેટ જોડાણની પણ વ્યવસ્થા કરવા આવી છે. આ ઉપરાંત, બસની સ્થિતિ અને લોકેશન જાણવા GPS સિસ્ટમથી સજ્જ બસો સગવડતા પૂરી પાડે છે. આવાનારા સમયમાં નાગરિકોને વધુને વધુ સેવાઓ ડિજિટલ સ્વરૂપે મળતી થાય તે માટે રાજ્ય સરકાર સઘન પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે નાગરિકોને વધુ સરળતા પ્રાપ્ત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code