- 70 લાખ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી લીક
- જો કે આ ડેટાથી ટ્રાંજેક્શન થવાની શક્યતાઓ નથી
દિલ્હીઃ-દેશમાં સાયબર ક્રાઈમ વધવાની ઘટના બનતી જ જાય છે, ત્યારે વધુ ક ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે, ભારતીય સાયબર સિક્યોરિટી રિસર્ચરએ એવો દાવો કર્યો છે કે,અંદાજે 70 લાખથી પણ વધુ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી માહિતી ઓનલાઈન લીક થઈ છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, આ ડેટાને ડાર્ક વેબ ફોરમમાં વેંચવામાં આવી શકે છે.
આ અંગેની જાણકારીસાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાને આ જાણકારી ડાર્ક વેબ ફોરમના માધ્યમથી મળી છે, સુરક્ષાની દ્રષ્ટિએ જો જોઈએ તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત પ્રાઈવેટ જાણકારીનો ઉપયોગ સાયબર ક્રાઈમ એક્ટિવિટી માટે કરવામાં આવી શકે છે.
જો કે રાહતના સમાચાર એ પણ છે કે, લીક થયેલા આ ડેટામાં એવી કોઈ જાણકારી નથી જેનાથી કોઈ ફાઈનેંશિયલ ટ્રાંઝેકશનની શક્યતાઓ ન હોઈ શકે, મળતી વિગત પ્રમાણ આ લીક થયેલા ટેડાની સાઇઝ 1.30 GB છે.
જો કે, આ ડેટામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર વિશે પણ માહિતી આપવામાં નથી આવી ,જો કે તેમાં કાર્ડ હોલ્ડર્સના ફોન નંબર, ક્રેડિટ કાર્ડ ટાઈપ, ઈનકમ સ્ટેટસ, વાર્ષિક કમાઈ, જન્મ તારીખ, શહેર અને ઓળખ કાર્ડ સંબંધિત જાણકારી છે. આ સાથે જ માહિતી મળી છે કે, 5 લાખ જેટલા ફોન નંબરોનો પણ આ લીક થયેલા ડેટામાં સમાવેશ છે.
સાહિન-