Site icon Revoi.in

કેરળમાં 70 વર્ષીય પાદરીએ 3 સગીરાઓની કરી શારીરિક સતામણી

Social Share
પ્રતીકાત્મક

કેરળના કોચ્ચિમાં 70 વર્ષીય એક પાદરી પર ત્રણ સગીર બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે કહ્યું છે કે આ ઘટના ગત મહીનાની છે, તે એર્નાકુલમના ચેંદામંગલમમાં જ્યારે ત્રણ બાળકીઓ પાદરીના ચર્ચ ખાતેના કાર્યાલયમાં તેના આશિર્વાદ લેવા માટે પહોંચી હતી. સીરિયન કેથલિક ચર્ચના પાદરી જોર્જ પદયટ્ટી કેસ નોંધાયા બાદથી જ ફરાર ચાલી રહ્યો છે.

વડક્કેકરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પ્રમાણે, આરોપી પાદરી પર પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે, આ ઘટના એક માસ પહેલા બની છે, જ્યારે નવ વર્ષની ત્રણ બાળકીઓ ચર્ચમાં પોતાની સેવાઓ બાદ પાદરીના આશિર્વાદ લેવા માટે તેના કાર્યાલયમાં ગઈ હતી.

સાઈરો-માલાબાર ચર્ચના એક સૂત્રનું કહેવું છે કે પાદરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે જ તેને પોલીસની તપાસમાં મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કે જેથી સચ્ચાઈ સામે આવી શકે.