Site icon Revoi.in

લોક લાડીલા નેતા પીએમ મોદીના સફળ જીવનના 70 વર્ષ થયા પુરા – રાષ્ટ્રપતિ અને અમિત શાહ સહિતના નેતાઓએ પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ

Social Share

દેશના પીએમ મોદી આજે 70 વર્ષના થઈ ચૂક્યા છે,સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, આજે વહેલી સવારથી જ પીએમ મોદીને શુભેચ્છાઓની ભરમાળ મળી રહી છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ,વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત કેટલાક મોટા નેતાઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે ખુબ જ નાની ઉંમરે  પોતાનો પરિવાર છોડી દીધો અને ત્યારબાદ સંઘમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ પદો પર પોતાની સેવા આપ્યા બાદ તેઓ 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014 સુધી આ પદ પર રહ્યા.વર્ષ  2014 થી તેઓ દેશના વડા પ્રધાન તરીકે સતત સેવા આપી રહ્યા છે.
દેશના દરેક પડકારમાં મોદીજી સતત જનતા સાથે હોય છે, તેમણે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી સંભાળી છે જેને લઈને તેઓ માત્ર ભારતની જનતાના જ પ્રિય નહી પરંતુ દેશની બહાર પણ લોકોના સતત લોકલાડીલા નેતા બન્યા છે, પીએમ મોદીએ આપણા દેશને એક સાચી દિશા બતાવી છે, દેશને વિકાસનો વેગ આપ્યો છે, અનેક યોજનાઓનો વિકાસ કરીને ઘરે-ઘરે તેનો લાભ આપ્યો છે.આ તેમની સેવા જ તેમના વ્યક્તિત્વને છતુ કરે છે જેના થકી આજે ભારતભરમાં તેમના ગુણગાન ગવાઈ રહ્યા છે.
પીએમ મોદીને અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

ગૃહમંત્રી અમિતશાહ એ ટ્વિટ કરીને કહ્યુ કે, “રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત દેશના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામના, મોદીજીના રુપમાં દેશને એક એવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે કે જેના થકી લોક-કલ્યાણકારી નીતિયોથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારા સાથે સાંકળીને એક વધુ મજબુત ભારતના પાયો નાખ્યો છે”

અમિત શાહે લખ્યું છે કે, “દાયકાઓથી પોતાના અધિકારોથી વંચિત દેશના ગરીબોને ઘર,વીજળી, બેંકમાં ખાતા અને શૌચાલય પ્રદાન કરવાનું હોય ઉજ્જવલા યોજનાઓથી ગરીબ માતાઓના ઘરે ગેસ પહોંચાડીને તેઓને સમ્માનપબર્ણ જીવન આપવાનું હોય,આ માત્રને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અતૂટ સંકલ્પ અને મજબુત ઈચ્છાશક્તિથી જ શક્ય બની શક્યું છે”

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ટ્વિટ પર લખ્યું છે કે, “નરેન્દ્ર મોદીજીને જન્મદિવસના હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ, તમે ભારતના જીવન મૂલ્યો અને લોકશાહી પરંપરામાં નિષ્ઠાનો આદર્શ રજૂ કર્યો છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે કે, ભગવાન હંમેશા તમને સ્વસ્થ અને સુખી રાખે અને રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થતી રહે”.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંયગીએ પીએમ મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવતા કહ્યું કે,”પ્રધાન મંત્રીજીને જન્મ દિવસની શુભેચ્છાઓ”

રાજનાથ સિંહ એ પીએમ મોદીને શુભેચ્છા આપતા કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વમાં દેશને ઘણો ફાયદા થયો છે,તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યા છે,હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું”

ઉત્તર પ્રદેશના મંત્રી યોગી આદિત્યનાથ એ ટ્વિટ કરીને લખ્યુ છે કે, “અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામના, પ્રભુ શ્રી રામની કૃપાથી તમે , આ રીતે એક ભારત શ્રેેષ્ઠ ભારતના દિવ્ય ધ્યેય તરફ આગળ વધતા માં ભારતીને ગૌરવભુષિત કરતા રહો, દીર્ધાયરારોગ્યમસ્ત સયશ ભક્ત”.

સાહીન-