- કંતારા માટે રિષભ શેટ્ટીને અપાયો એવોર્ડ
- માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ‘ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો
નવી દિલ્હીઃ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સાઉથ સ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને નેશનલ એવોર્ડ મળ્યા છે. મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. જ્યારે ઋષભ શેટ્ટી, નિત્યા મેનન અને માનસી પારેખે સર્વશ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો ખિતાબ જીત્યો છે. 2022-2023માં રિલીઝ થયેલી ફિલ્મોને 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવી હતી. 16મી ઓગસ્ટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, રિષભ શેટ્ટીને ફિલ્મ ‘કંતારા’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ 2022માં રિલીઝ થઈ હતી. દરમિયાન, દિગ્દર્શક પ્રશાંત નીલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF’ને બે કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. પ્રિતમને રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણી માટે વિક્રાંત મેસી, મામૂટી અને ઋષભ શેટ્ટીના નામની ચર્ચા થઈ રહી છે. નિત્યા મેનેને તમિલ સિનેમા ‘તિરુચિત્રમ્બલમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. મનોજ બાજપેયીને ફિલ્મ ‘ગુલમહોર’ માટે એવોર્ડ મળ્યો છે.
વર્ષ 2023માં અલ્લુ અર્જુને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. અલ્લુને આ એવોર્ડ તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે મળ્યો હતો. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે અને કૃતિ સેનનને ‘મિમી’ માટે મળ્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કારોની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશભરમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને અન્ય શ્રેણીઓ સહિત વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે.
#NationalFilmAwards2022, #70thNationalFilmAwards,#RishabhShettyBestActor, #BestActorAward, #NationalAwardWinner, #IndianCinema, #FilmAwards, #NationalFilmAwardsAnnounced, #RishabhShettyWins, #BestOfIndianCinema, #Movies, #Films, #Cinema, #Awards, #FilmAwards, #IndianMovies, #Bollywood, #Sandalwood, #Tollywood