Site icon Revoi.in

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 73 મી પુણ્યતિથિ : રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ કર્યા યાદ

Social Share

દિલ્લી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 73મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસેએ તેમની હત્યા કરી દીધી હતી. બાપુની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને નમન કર્યા છે. તો, રાહુલ ગાંધીએ તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા છે. દેશ-દુનિયા આજે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કરી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે, ‘હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પું છું. આપણે શાંતિ, અહિંસા, સાદગી, સાધનનોની પવિત્રતા અને વિનમ્રતાના તેમના આદર્શોનું પાલન કરવું જોઈએ.તો ચાલો આપણે તેમના સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કર્યા છે. રાહુલ ગાંધીએ એક વીડીયો પોસ્ટ સાથે મહાત્મા ગાંધીના એક વિચારને ટ્વિટ કરતા લખ્યું કે, – “સત્ય લોકોના સમર્થન વગર ઉભા રહે છે, તે આત્મનિર્ભર છે.”

-દેવાંશી