Site icon Revoi.in

એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરોની 7404 જગ્યાઓ ભરાશે, ઉમેદવારો 6ઠ્ઠી સુધી અરજી કરી શકશે

Social Share

ગાંધીનગરઃ એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરોની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7404 ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો તારીખ 6ઠ્ઠી, સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જોકે ડ્રાઇવર અને કંડક્ટરોને પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 18500નું ફિક્સ વેતન આપવામાં આવશે.

ગુજરાતમાં એસ ટી નિગમ દ્વારા તમામ ડિવિઝનમાં ખાલી પડેલી એસટીબસના ડ્રાઈવર-કંડકટરોની 7404 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. અને આ જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો તારીખ 6ઠ્ઠી, સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. રાજ્યના તમામ એસટી ડેપોમાં ડ્રાઇવર અને કંડક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. જેની સિધી અસર ડેપોની લાંબા અને ટુંકા તેમજ લોકલ, એક્સપ્રેસ, સુપર ડિલક્ષ, વોલ્વો, લક્ઝરી સહિતની ટ્રીપો ઉપર પડે છે. ડેપોમાંથી ટ્રીપો ઓછી થવાથી આવક ઘટવાથી નિગમને આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે એસ ટી નિગમને ટ્રીપોના થતાં નુકશાનને પગલે ડેપોમાં ખાલી પડેલી ડ્રાઇવર અને કંડક્ટરોની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે.

એસટી નિગમના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, એસ ટી નિગમમાં 3342 કંડક્ટરની અને 4062 ડ્રાઇવરની ભરતી કરવામાં આવશે. જોકે કંડક્ટરની ભરતીમાં 2043 જગ્યાઓ સરકારમાંથી મંજુરી મળશે તો જ ભરતી કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારમાંથી 1299 કંડક્ટરની ભરતીની મંજુરી આપવામાં આવી છે. જ્યારે ડ્રાઇવરની રાજ્ય સરકારમાંથી 2106ની મંજુરી આપવામાં આવી છે. તેમ છતાં એસ ટી નિગમ રાજ્ય સરકારમાંથી મંજુરીની અપેક્ષાએ 1956 જગ્યા ભરવામાં આવશે.