Site icon Revoi.in

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 746 ક્વિન્ટલની આવક, હરાજીમાં મણના 2600 સુધીના ભાવ બોલાયા

Social Share

જુનાગઢઃ આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને માઠી અસર પહોંચી હતી. તેના લીધે કેરીનો પાકની આવક મોડી શરૂ થઈ છે. ગીરના કેરીના પીઠા તરીકે જાણીતા તળાલા ગીર યાર્ડમાં બુધવારથી કેસર કેરીના હરાજીનો પ્રારંભ થયો છે. જ્યારે જુનાગઢ યાર્ડમાં ગત એપ્રિલ મહિનાથી કેરીના આવક શરૂ થઈ હતી. તા.2જી મેને ગરૂવારે કાચી કેસર કેરીની 746 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. હરાજીમાં પ્રતિ મણના 2,600 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જયારે એક મણનો નીચો ભાવ 800 રૂપિયા સુધીનો બોલાયો હતો. સારી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનો ભાવનો ભાવ એક બોક્સના 1,200થી 1,700 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે.

જુનાગઢ માર્કેટયાર્ડમાં એપ્રિલના બીજા સપ્તાહથી કેસર કેરીની આવક થઈ રહી છે. કેરીનું ફળ મોટું હોય તો ખેડુતોને વધુ ભાવ મળી રહ્યા છે. ગત તા. 29 એપ્રિલના રોજ યાર્ડમાં 415 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઇ હતી, જેના પ્રતિ મણના ઊંચા ભાવ 2,800 રૂપિયા સુધીના બોલાયા હતા, જ્યારે પ્રતિ મણ કેરીનો નીચો ભાવ 800 રૂપિયા નોંધાયો હતો. જ્યારે તા.2જી મેને ગુરૂવારે 746 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ છે. આગામી સમયમાં જો કેરીની આવક વધશે, તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત તા.27 એપ્રિલના રોજ 287 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી, જયારે એક બોક્સનો ભાવ 1,100 રૂપિયાની આજુબાજુ નોંધાયો હતો, પરંતુ ગુરૂવારે ભાવમાં વધારો થયો હતો. અને એક બોક્સનો ભાવ 1,400 રૂપિયા પહોંચ્યો હતો. તા. 26 એપ્રિલના રોજ 389 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઇ હતી, જેના પ્રતિ મણ કેરીના ઊંચા ભાવ 2,400 રૂપિયા, જ્યારે પ્રતિ મણના નીચા ભાવ 1,400 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે.