Site icon Revoi.in

ગુજરાત યુનિ.ની લાયબ્રેરીમાં 75 દિવસના વર્ચ્યુઅલ એક્ઝીબિશનને ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે. આ પ્રકારનું સૌ પ્રથમ વર્ચુઅલ એક્ઝીબીશન છે જેને એક વિશ્વ રેકોર્ડ તરીકે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતી પૈકી જેમાં તેમનો ફોટો, જન્મ તારીખ, અવસાન તારીખ અને આઝાદીમાં પ્રદાન વિશેની ટૂકમાં માહિતી આવરી લેવામાં આવી છે. વિશેષમાં આ વર્ચુઅલ એક્ઝીબીશનમાં 75 પૈકી અમુક સ્વાતંત્ર્ય સેનાઓની જેમની જન્મ તારીખનાં દિવસોમાં તેમનું વર્ચ્યુઅલ પ્રદર્શન આયોજિત કર્યુ હતું.

આ સાથે કુલપતિ પ્રો.ડો.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારનાં માર્ગદર્શનમાં ” આઝાદીનાં અમૃત મહોત્સવ અને ઇન્ડીયા @ 75 “ની સમિતિના સૂચન મુજબ અંતર્ગત અમૃત મહોત્સવ પખવાડિયું પણ 15 ઓગસ્ટ સુધી યોજાશે. જેમાં વિધાર્થીઓ સંશોધકો અને સ્ટાફ્ને સાંકળીને વ્યાખ્યાનમાળા,રંગોળી, ચિત્ર, નિબંધ યુવા શક્તિ માર્ચ,ગ્રંથોનું પ્રદર્શન આઝાદીના ગીતો ઉપરની સ્પર્ધા એમ વિવિધ સભર કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ઓનલાઇન સતત 75 દિવસ સુધી કાર્યરત રહેનારા વૈશ્વિક કક્ષાએ આ પ્રકારનું સૌ પ્રથમ વર્ચુઅલ એક્ઝીબીશન છે જેને એક વિશ્વ રેકોર્ડ તરીકે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. આ સાથે કા.ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખને સતત સમાજલક્ષી વિવિધ આ પ્રકારની પ્રવુતિઓ આયોજિત કરવા અને સવિશેષ 75 દિવસ આ પ્રકારે ડેટા મેળવવો સંકલિત કરી ગોઠવવો અને સમાજ માટે મૂક્વો એ સંદર્ભે Lead Indian Award જે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડ તરફથી માત્ર 100 ભારતીયોને તેના વિશેષ પ્રદાન માટે આપવામાં તે એનાયત કરવામાં આવ્યો છે.