Site icon Revoi.in

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણનો 75 ટકા ટાર્ગેટ પૂર્ણ કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં વિકાસના નામે અનેક વૃક્ષો કપાયા છે. બીજીબાજુ શહેરમાં વધતા જતાં બિલ્ડિંગોને લીધે ગ્રીન કવર વિસ્તાર ઘટતો જાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશને  ગ્રીન કવર વધારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશને  આ વર્ષે શહેરના કુલ 15 લાખ જેટલા વૃક્ષોના રોપણનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં અત્યાર સુધીમાં મ્યુનિ.કોર્પોરેશને તેનો વૃક્ષારોપણનો 75   ટકા જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા રિયલ એસ્ટેટના વ્યાપ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશને પણ શહેરના ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે પ્રયાસ શરૂ કર્યા છે. જેના મ્યુનિ.કોર્પોરેશને દર વર્ષના 10 લાખ વૃક્ષારોપણના બદલે આ વર્ષે 13  લાખનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાંથી 10 લાખ વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે. મ્યુનિ.  કોર્પોરેશન દ્વારા શહેરમાં 5.18 લાખ જેટલા મોટા વૃક્ષો અને 4.88 લાખ જેટલા ફૂલ છોડનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 10.07 લાખ વૃક્ષો,  ફુલ- છોડ વાવ્યા છે. શહેરના વિવિધ ગાર્ડનમાં પણ 1.77 લાખ જેટલા ફૂલ છોડ વાવવામાં આવ્યા છે. જ્યારે રોડ સાઇડ પર પણ 1 લાખ ફુલ છોડ તથા તુલસીના રોપા પણ 1 લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ તેમજ ગીચ વૃક્ષારોપણથી ગીચ જંગલ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી કેમ્પસ, જીઆઇડીસીમાં  96409 વૃક્ષો વવાયા છે, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ  125936 વૃક્ષો, ગીચ વૃક્ષારોપણ   095487 વૃક્ષોનું અને બાઉન્ડ્રી   પ્લાન્ટેશનમાં  025654 વૃક્ષો વવાયા છે.આ ઉપરાંત જો આપણે ઝોન વાઇસ વૃક્ષારોપણની વાત કરીએ તો સૌથી વધારે વૃક્ષારોપણ પૂર્વ ઝોનમાં 3 લાખ અને સૌથી ઓછું મધ્ય ઝોનમાં 21, 114 વૃક્ષોનું કરવામાં આવ્યું છે,

આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  71માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક 71  હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.આ  71 હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.