- સૌથી મોટી ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અમેરિકન
- 75 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ
શિમલા: માઉન્ટ એવરેસ્ટને સર કરવાના તો અઢળક લોકો સપના જોવે છે. પણ એ એટલુ આસાન નથી. કેટલાક લોકો વાતાવરણને જોઈને અડધી યાત્રા મુકીને પરત આવતા રહે છે ત્યારે અમેરિકન નાગરિક દ્વારા એવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી જશે.
શિકાગોના રિટાયર્ડ એટર્ની માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બન્યા છે. 75 વર્ષીય આર્થર મુઇરોએ આ મહિનામાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. આર્થર મુઇરો માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે. આ અગાઉ આ રેકોર્ડ 67 વર્ષીય બિલ બુર્કેના નામે હતો. તેઓ પણ અમેરિકન હતાં.
બીજી તરફ સૌથી ઝડપથી માઉન્ટ એવરેસ્ટ સરક કરનાર હોંગકોંગના મહિલા શિક્ષક સૌથી ઝડપથી સુરક્ષિત પરત ફર્યા છે. કોરોના અને ખરાબ હવામાનને કારણે પર્વતારોહકોને માઉન્ટ એવરેસ્ટ સર કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હોંગકોંગના ૪૫ વર્ષીય ત્સાંગ યિન હુંગ સૌથી ઝડપી મહિલા પર્વતારોહક બની ગયા છે. તેમણે ૨૫ કલાક ૫૦ મિનિટમાં એવરેસ્ટ સર કરી લીધુ હતું. મુઇર 2019માં પર્વત ચઢતી વખતે ઇજાગ્રસ્ત થયા હતાં આમ છતાં તેમણે હિંમત હારી ન હતી. નિવૃત્ત થઇ ગયેલા વકીલે પોતાના જીવનમાં મોડેથી પર્વતારોહણ શરૃ કર્યુ હતું.
માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી મુઇરે જણાવ્યું હતું કે પર્વત ચઢતી વખતે જ ખબર પડે છે કે આ પર્વત કેટલો મોટો છે અને તે કેટલો ખતરનાક છે. અહીંયા કેટલી બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. આમ છતાં પર્વત ચઢતી વખતે અનેક ભૂલો થતી હોય છે.
…………