Site icon Revoi.in

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી સરહાના, કહ્યું ‘અનેક પડકારોનો તેમણે સામનો કર્યો’

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  આજરોજ બુધવારે દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના પ્રસંગ પર, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની સરહાના કરી હતી.કહ્યું હતું કે હવે પોલીસે એક આગામી પાંચ વર્ષ અને 25 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરવો જોઈએ.

આજના દિવસે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસની પરેડ નિહાળી હતી. 75 વર્ષ સુધી દિલ્હીને માત્ર સુરક્ષિત જ રાખ્યું એટલું જ નહીં, બદલાતા સમયની સાથે પોતાની જાતને પણ બદલી, જેની ઝલક પરેડમાં સ્પષ્ટ જોવા મળી હતી.

આ સાથે જ પોલીસના 79 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમણે કહ્યું હતું કે આ પોલીસકર્મીઓએ ફ્રન્ટ લાઇન પર રહીને દિલ્હીવાસીઓનું રક્ષણ કર્યું, હું તેમના પરિવારોને નમન કરું છું. દિલ્હી પોલીસનું આ કાર્ય રોલ મોડલ બની ગયું છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે અમારી સરકારનું ધ્યેય છે કે 75 વર્ષમાં જીવ ગુમાવનારા પોલીસકર્મીઓનો દેશના યુવાનો સાથે પરિચય કરાવવો. આ 75મો સ્થાપના દિવસ આપણા માટે સંકલ્પના રૂપમાં છે અને દેશના 130 કરોડ લોકોએ આપણા દેશને મજબૂત, શિક્ષિત અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ લીધો છે.

તેમણે પોતાના ભાષમમાં વઘુ કહ્યું કે આઠ દાયકામાં, દિલ્હી પોલીસે તમામ પડકારોને સ્વીકાર્યા છે અને સતત પોતાની જાતને ફરીથી શોધી કાઢી છે. આજના પ્રસંગે, અમે દિલ્હી પોલીસ માટે બે નવા સંકલ્પો લઈએ છીએ. આગામી 5 વર્ષમાં જ્યાં પણ પોલીસિંગમાં ગેપ જણાશે, અમે તેને ભરીશું.