75મો ગણતંત્ર દિવસ : ફ્રેન્ચ સેનાની ટુકડી પણ કર્તવ્યપથ પર પરેડમાં સામેલ, ટુકડીમાં 6 ભારતીયો પણ સામેલ
નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ પરેડમાં ફ્રાંસથી એક માર્ચિંગ ટુકડી અને એક બેન્ડ પણ ભારત આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 6 ભારતીય મૂળના ફ્રાંસિસી તેનો ભાગ છે. આવો જાણીએ આ બધાં સંદર્ભે…
ફ્રાંસમાં વિદેશી સેનાની એક કોર હોય છે, તેનું નામ ફ્રેન્ચ ફોરેન લીઝન છે. 1831માં સ્થાપિત કરવામાં આવેલી ફ્રેન્ચ ફોરેન લીઝનને ફ્રેન્ચ સેનાનું અભિન્ન અંગ માનવામાં આવે છે. ફ્રાંસિસિ માર્ચિગ દળના કમાન્ડર કેપ્ટન નોએલ લુઈસે કહ્યુ છે કે આ વિશિષ્ટ સૈન્ય કોર વિદેશીઓ માટે ફ્રાંસિસિ સેનામાં કેટલીક શરતો સાથે સેવા કરવાનો મોકો આપે છે. હાલમાં તેમાં લગભગ 9500 અધિકારીઓ અને સેનાપતિ છે. આ કોરમાં દુનિયાના લગભગ 140 દેશોના લોકો છે.
ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાંસની 95 સદસ્યીય માર્ચિંગ ટીમ અને 33 સદસ્યીય બેન્ડ પણ સામેલ રહ્યું છે. ભારતીય વાયુસેનાના વિમાનો સાથે એક મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ વિમાન અને ફ્રાંસની વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ્સ પણ ફ્લાઈ પાસ્ટમાં ભાગ લઈ રહ્યા છે.
આ ફ્રેન્ચ સેાની ટુકડીમાં 6 ભારતીયો સામેલ છે. તેમાં સીસીએચ સુજન પાઠક હેડ કોર્પોરલ છે, સીપીએલ દીપક આર્ય કોર્પોરલ છે. સીપીએલ પરબીન ટંડન કોર્પોરલ છે. ગુરવચનસિંહ ફર્સ્ટ ક્લાસ લીજિયોનેયર છે. અનિકેત ધર્તિમાગર ફર્સ્ટ ક્લાસ લીજિયોનેયર છે અને વિકાસ ડીજેસેગર પણ ફર્સ્ટ ક્લાસ લીજિયોનેયર છે.
ફ્રેન્ચ ફોરેન લીઝનના એક અધિકારી કેપ્ટન લોઈક એલેક્ઝાન્ડરે કહ્યુ છે કે અમે અહીં ભારતમાં આવીને ખૂબ સમ્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ. અહીં અમારું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. હું તમામ સેવાઓ માટે ધન્યવાદ આપું છું.