67મો ફિલ્મ નેશનલ એવોર્ડ – 4 નેશનલ એવોર્ડસ પોતાના નામે કરનારી પહેલી અભિનેત્રી બની ક્વિન ‘કંગના રનૌત’
- બોલિવૂડ ક્વિન કંગના નેશનલ એવોર્ડમાં છવાઈ
- 4 નેશનલ ફિલ્મ એવોર્ડ પોતાના નામે કર્યા
- એક સાથે 4 નેશનલ એવોર્ડ મેળવનારી પ્રથમ અભિનેત્રી બની
મુંબઈઃ- બોલિવૂડની ‘ક્વીન’ તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌત હંમેશા તેની દરેક ફિલ્મ માટે મીડિયામાં હેડલાઇન્સ બનતી રહે છે, તે તેના અભિનયથી લાખો લોકોના દિલ જીતે છે, તે સતત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહીને ચર્ચાનો વિષય બને છે, તે હંમાશા કોન્ટ્રોવર્સીમાં જોવા મળે છે.ત્યારે આજફરી એક વખત તે ચર્ચામાં આવી છે.
કંગનાનું આ વખતે ચર્ચામાં આવવાનું કારણ કોઈ કોન્ટ્રોવર્સી નથી પરંતુ એક ખાસ વાત છે કે 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં કંગનાને ફરીથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ અને ‘પંગા’ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
આ એવોર્ડ મેળવ્યા બાદ કંગનાએ તેના ઓફિશિયલ કૂ હેન્ડલ પર લખ્યું છે કે, “આજે મને મારી ફિલ્મો મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી અને પંગા માટે ચોથા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ દેશના કોઈ કલાકાર માટે આ સર્વોચ્ચ એવોર્ડ છે. સન્માનિત હું ધન્ય અને ભાગ્યશાળી અનુભવું છું અને હું મારી ટીમને આ એવોર્ડ આપવા માંગુ છું જેના કારણે આજે મને એવોર્ડ મળ્યો છે.”
ઉલ્લેખનીય છે કેસ આ એવોર્ડ લેવા માટે કંગના તેના માતા-પિતા સાથે સમારોહમાં પહોંચી હતી. ઉકંગના એકમાત્ર એવી અભિનેત્રી છે જેને સૌથી વધુ સંખ્યામાં નેશનલ એવોર્ડ મળ્યા છે.
કંગનાને 2008માં ફિલ્મ ‘ફેશન’ માટે પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે પછી 2014માં તેને ફિલ્મ ‘ક્વીન’ માટે બીજો નેશનલ એવોર્ડ (શ્રેષ્ઠ અભિનેત્રી) મળ્યો. કંગનાને 2015માં ‘તનુ વેડ્સ મનુ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આમ સતત ચાર નેશનલ એવોર્ડ વિજેતા બનનારી કંગના પહેલી બોલિવૂડની અભિનેત્રી બની છે.