Site icon Revoi.in

હીરા ઉદ્યોગમાં ચળકતી તેજી, કટ-પોલિશ્ડ હીરાની 77,473 કરોડની નિકાસ

Social Share

સુરતઃ ગુજરાતમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા ઉદ્યોગ-ધંધા હવે રાબેતા મુજબ ધમધમવા લાગ્યા છે. બીજીબાજુ અમેરિકા સહિત દેશોમાં કોરોના હળવો થતાં હીરાની ખરીદી નિકળી છે. જેથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં એક્સપોર્ટ 33.17 ટકા વધ્યું છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો ગ્રોથ દિવસે દિવસે વધી રહ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપોર્ટર્સના જણાવ્યા મુજબ 2019ના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 29.37 ટકાનો વધારો થયો છે. વર્ષ 2019 ઓગસ્ટમાં 11659 કરોડના જગ્યારે વર્ષ 2021 ઓગસ્ટમાં 15083 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરા એક્સપોર્ટ થયા હતાં. જ્યારે વર્ષ 2019ના એપ્રિલથી ઓગસ્ટ બંને મહિનાની સરખામણીમાં વર્ષ 2021 એપ્રિલથી ઓગસ્ટમાં આ એક્સપોર્ટમાં 33.17 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2019 એપ્રિલથી ઓગસ્ટમાં 58175.38 કરોડ જ્યારે વર્ષ 2021ના એપ્રિલ ઓગસ્ટ મહિનામાં 77473 કરોડ રૂપિયાના હીરા એક્સપોર્ટ થયા હતાં. વર્ષ 2019ના એપ્રિલથી ઓગસ્ટ મહિનાની સરખામણીમાં વર્ષ 20121ના એપ્રિલથી ઓગસ્ટ મહિનામાં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 212.71 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2019ના એપ્રિલ થી ઓગસ્ટ મહિનામાં 158.28 યુએસ મિલિયન ડોલર જ્યારે વર્ષ 2021ના એપ્રિલથી ઓગસ્ટ મહિનામાં 449.94 યુએસ મિલિયન ડોલરના કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, માર્કેટમાં રિકવરી આવી રહી છે. વિશ્વમાં કોરોના ઘટતાં લોકો ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન પણ શરૂ થઈ રહી છે ત્યારે ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પણ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં એક્સપોર્ટ હજી વધશે તેવી આશા છે.