1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં તલાટીની 3400 જગ્યા માટે 8.50 લાખ અરજીઓ, હજુ આંકડો વધીને 10 લાખે પહોંચશે
રાજ્યમાં તલાટીની 3400 જગ્યા માટે 8.50 લાખ અરજીઓ, હજુ આંકડો વધીને 10 લાખે પહોંચશે

રાજ્યમાં તલાટીની 3400 જગ્યા માટે 8.50 લાખ અરજીઓ, હજુ આંકડો વધીને 10 લાખે પહોંચશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજયમાં ફરીથી તલાટી ની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, ત્યારે રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલા 8 લાખ 50 હજાર જેટલા ફોર્મ ભરાઈને આવી ગયા છે. તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની શક્યતા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે 3,437 જગ્યાઓ બહાર પડી છે, તેની સામે હાલ પર્યત સાડા આઠ લાખ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિક્તા દર્શાવે છે અને યુવાનોને પુરતી રોજગારી મળી રહે છે એવા સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડે છે.

રાજ્યમાં પોલીસ વિભાગમાં એલઆરડીની જગ્યા માટે જે અરજીઓ આવી હતી તેના કરતા તલાટીની જગ્યા માટે વધુ અરજીઓ આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે ગત 28 જાન્યુઆરીના રોજ તલાટી માટેની ભરતી ની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ઉમેદવારી નોધાવવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરાયો છે. ઓનલાઈન ઉમેદવારી નોંધવામાં આવી રહી છે. તેથી યુવકો પોતાના મોબાઈલ ફોન પરથી પણ ઉમદેવારી ફોર્મ ભરી દસ્તાવેજ અપલોડ કરી શકે છે. તલાટી માટેની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની શક્યતા છે. જોકે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો માટે પરીક્ષા યોજવી એ પડકારજનક બની રહેશે કેમ કે માર્ચ એપ્રિલ મહિનામાં પરીક્ષા યોજવાની હોવાથી હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code