- ભારતમાં પહેલીવાર માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના
- 8 એશિયાઇ સિંહો કોરોના સંક્રમિત
- તમામ સિંહોને કરાયા આઇસોલેટ
હૈદરાબાદ: દેશમાં દરરોજ 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. લોકોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનું સંક્રમણ લોકોમાંથી બીજા લોકોમાં ફેલાવવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ આ પહેલી વાર થયું છે કે, માણસમાંથી કોરોના વાયરસનું સંક્રમણ સિંહોમાં ફેલાયુ છે.આ હૈદરાબાદમાં બન્યું છે.
હૈદરાબાદના નેહરુ ઝૂલોજિકલ પાર્કના લાયન સફારીના 8 એશિયાઇ સિંહોમાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યાં હતાં. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સીસીએમબીને 24 એપ્રિલના રોજ NZP દ્વારા જાણ કરવામાં આવી હતી,ત્યારબાદ ઝૂ અધિકારીઓની મદદથી સીસીએમબીએ સિંહોના નાક,ગળા અને શ્વાસ લેવાની નળીથી નમૂના લીધા હતા.
કોરોના વાયરસ સંક્રમણની તપાસ હેતુ લેવામાં આવેલ સેમ્પલની 4 મેના રોજ રિપોર્ટ આવી. ટેસ્ટ રિપોર્ટમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઇ છે. રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. તમામ આઠ સિંહોમાં કોરોના છે. જો કે, તેમના શરીરમાં કોરોના વાયરસ સંક્રમણના જુના વેરીએન્ટ મળી આવ્યા છે. સીસીએમબી અને NZP ના અધિકારીઓએ એક પ્રેસ નોટ જારી કરીને આ માહિતી આપી છે.
તમામ 8 કોરોના સંક્રમિત સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. અત્યારે તેની તબિયત સ્થિર છે.હાલ,ઝૂ ને બંધ કરવામાં આવ્યું છે. અહીં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે નહેરુ પ્રાણીસંગ્રહાલયને માર્ગદર્શિકા પણ મોકલી છે.