Site icon Revoi.in

સુરતમાં IT અધિકારીની ઓળખ આપી ધમકાવીને હીરાના 4 વેપારીઓ પાસેથી 8 કરોડની લૂંટ

Social Share

સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારીઓના સ્વાંગમાં છેતરપિંડી કે લૂટના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે લૂંટનો બનાવ બન્યો હતો. હીરાના ચાર વેપારીઓ કતારગામ સેઈફ વોલ્ટમાંથી રૂપિયા 8 કરોડ લઈને ઈકોકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કાળી બેગ સાથે રોડ પર ઊભેલા એક યુવાને કારને ઊભી રખાવીને પોતે ઈન્કમટેક્સના અધિકારી હોવાની ઓળખ આપીને કારમાં બેસી ગયો હતો. ત્યારબાદ ઈકોકાર થોડે દુર ગયા બાદ ઊભી રખાવીને બદુક બતાવીને ચારેય વેપારીઓને ધમકાવીને રૂપિયા 8 લાખની રોકડ લૂંટીને ફરાર તઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. અને નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે. પોલીસને આ બનાવમાં શંકા લાગી રહી છે.  એક યુવક ચાર જેટલા વ્યક્તિઓને અપહરણ કરીને 8 કરોડ રૂપિયા લૂંટી લેવી આ વાત પોલીસને ગળે ઉતરતી નથી. રસ્તા પર બેગ લઈને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપનારા વ્યક્તિની વાતમાં પણ ફરિયાદીઓ આવી જવું અને આઠ કરોડ રૂપિયા આપી દેવા એ વાતને પણ પોલીસ સમજી શક્તિ નથી

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે અનેક હીરા કારખાના ,સેઇફ વોલ્ટ ઓફિસ અને આંગણીયાની ઓફિસો આવેલી છે. ત્યારે મંગળવારે બાલા આશ્રમ વિસ્તારમાં  લૂંટની ઘટના બની હતી. શહેરના કતારગામ સેઇફ વોલ્ટમાંથી એક ઇકો કારમાં ચાર જેટલા હીરા વેપારીઓ 8 કરોડ રોકડા રૂપિયા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન હાથમાં કાળા કલરની બેગ લઈ રસ્તાની વચ્ચે એક યુવક આવ્યો હતો અને ઇકો કારને ઉભી રખાવી હતી. ત્યારબાદ યુવકે પોતાની ઓળખ ઈન્કમટેક્સના અધિકારી તરીકે આપી હતી અને ઇકો કારમાં બેસી ગયો હતો અને ઇકો કારમાં બેસેલા ચારેય વેપારીઓને થોડે દૂર લઈ જઈ પોતાની પાસે રહેલી બંદૂક બતાવી હતી. બાદમાં ગાડીમાં રહેલા આઠ કરોડ રોકડા રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે ઘટના સ્થળે પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી હતી. દરમિયાન જે જગ્યાએ ઇન્કમટેક્સ અધિકારી બનીને યુવક પોતાની કારમાં બેસ્યો હોય તે જગ્યાએથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા. જેમાં એક યુવક શંકાસ્પદ રીતે કારને રોકીને અંદર બેસતો હોય તેવું કેદ થયું હતું. જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત ફરિયાદી દ્વારા કરવામાં આવી રહી છે, તે સાંભળતા પોલીસને અનેક શંકાઓ ઉપજી રહી છે. એક યુવક ચાર જેટલા વ્યક્તિઓને અપહરણ કરીને 8 કરોડ રૂપિયા લૂંટી લેવી આ વાત પોલીસને ગળે ઉતરતી નથી. રસ્તા પર બેગ લઈને ઇન્કમટેક્સ અધિકારી તરીકેની વાત કરનાર વ્યક્તિની વાતમાં પણ ફરિયાદીઓ આવી જવું અને આઠ કરોડ રૂપિયા આપી દેવા એ વાતને પણ પોલીસ સમજી શક્તિ નથી.