Site icon Revoi.in

કતારમાં ભારતના 8 પૂર્વ નૌસૈનિકોને ફાંસીની સજા, જાસૂસીનો લાગ્યો હતો આરોપ

Social Share

દોહાઃ  કતારની એક અદાલતે  એક વર્ષથી વધુ સમયથી પોતાની કસ્ટડીમાં રાખેલા 8 પૂર્વ ભારતીય નૌસેનાના કર્મચારીઓને મોતની સજા સંભળાવી છે. ભારત સરકારે મૃત્યુદંડ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. મુખ્ય ભારતીય યુદ્ધ વોરની કમાન સંભાળનાર સન્માનિત અધિકારીઓ સહિત આઠ લોકો, ડહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલટન્સી સર્વિસિઝ માટે કામ કરી રહ્યાં હતા. આ એક ખાનગી ફર્મ છે જે કતારના સશસ્ત્ર દળોના પ્રશિક્ષણ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે.

કતારની એક અદાલતે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી છે. તેઓ એક વર્ષથી કતારની જુદી જુદી જેલમાં કેદ છે. ભારત સરકારે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.  અને તેમને મુક્ત કરવા માટે કાનૂની માર્ગો શોધવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ચુકાદાની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.

આ આઠેય લોકોની જામીન અરજી અનેક વખત ફગાવવામાં આવી છે જે બાદ કતારના અધિકારીઓએ તેમની કસ્ટડી વધારી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમે વિસ્તૃત ચુકાદાની રાહ જોઈ રહ્યાં છીએ. અમે કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છીએ. આ ચુકાદાથી અમને આઘાત લાગ્યો છે. કતાર સરકારની સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે- તેઓ આ કેસમાં આગળની લડાઈ લડવા તૈયાર છે. મંત્રાલયે કહ્યું- અમે આ મામલાને ઘણું જ મહત્વ આપીએ છીએ અને તેના પર નજર રાખી રહ્યાં છીએ. અમે તમામ કાઉન્સેલર અને કાયદાકીય સહાયતા આપવાનું યથાવત રાખીશું. અમે ચુકાદાને કતારના અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવીશું.

કતારની કોર્ટે જે આઠ પૂર્વ નૌસૈનિકોને સજા સંભળાવી છે તેમાં કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેદુ તિવારી, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશ સામેલ છે. આ આઠ લોકો પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો. કતાર અને ભારતીય અધિકારીઓએ તે લોકો વિરુદ્ધ આરોપોની વિગત ક્યારેય નથી આપી, જેણે લાંબા સમય સુધી એકાંતમાં જેલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે એક ભારતીય પત્રકાર અને તેમની પત્નીને હાલમાં જ કતાર અધિકારીઓએ આ મુદ્દે રિપોર્ટિંગ કરવા બદલ દેશ છોડવાના આદેશ આપ્યા હતા.

કતાર પોલીસ દ્વારા પકડવામાં આવેલા 8 પૂર્વ નૌસૈનિકોમાંથી એક રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કમાન્ડર પૂર્ણેદુ તિવારી (રિટાયર્ડ)નો પણ સમાવેશ થાય છે. તેમણે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. કંપનીની વેબસાઈટની જાણકારી મુજબ પૂર્ણેદુ તિવારી ભારતીય નૌસેનામાં અનેક મોટા જહાજોની કમાન સંભાળી ચુક્યા છે. આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારની એમિરી નૌસેનાને ટ્રેનિંગ અને અન્ય સેવાઓ આપતી હતી. મીડિયા રિપોટ્સ મુજબ કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી તેમજ કન્સલટન્સીઝ સર્વિસિઝ છે. કંપની પોતાને કતાર રક્ષા, સુરક્ષા તેમજ અન્ય સરકારી એજન્સીની સ્થાનિક ભાગીદાર ગણાવે છે. રોયલ ઓમાન વાયુ સેના રિયાટર્ડ સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અઝમી આ કંપનીના CEO છે. (file photo)