પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને કોલસા કૌભાંડમાં ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે બીજી તરફ હવે કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ આઠ આઈપીએસ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવતા અઠવાડિયે હાજર રહેવા તાકીદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ કૌલસામાં આઠ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તરેહ-તરેહની અકટળો વહેતી થઈ હતી. આ અધિકારીઓના સમયમાં કોલસા કૌભાંડ બહાર આવ્યું હતું તેમ છતાં પણ તેમણે કોઈ પગલાં ભર્યા નહોતા.
બંગાળમાં કેટલાક કૌભાંડોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કોલસાની દાણચોરીનો કેસ અને શિક્ષક ભરતી કૌભાંડનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પણ સીબીઆઇએ ત્રણ આઇપીએસ અધિકારીઓને દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા.