તમિલનાડુની એક ફટાકરા ફેક્ટરીમાં આગ લાગતા 8ના મોત – પીએમ મોદીએ એ દુખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી
દિલ્હીઃ- આજરોજ શનિવારનીનબપોરે તમિલનાડુમાં એક ફટાકરા ફેક્ટરિમાં વિસ્ફોટ થવાની ભયાનક ઘટના બની હતી જેમાં ઘણા લોકો ગંબીર રીત દાઝ્યા હતા તો 8 લોકોના મોત થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડીંગને પણ નુકસાન થયું છે.
આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ વળતરની પણ જાહેરાત કરી હતી.અમિત શાહે ટ્વીટ કર્યું કે કૃષ્ણગિરીમાં ફટાકડાની ફેક્ટરીનો અકસ્માત દુઃખદ છે. હું મૃતકોના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘાયલો અને મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવશે. Pપીએમ મોદીએ કહ્યું કે, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો અને પ્રાર્થનાઓ આ ખૂબ જ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
Deeply saddened by the tragic mishap at a cracker factory in Krishnagiri, Tamil Nadu, resulting in the loss of precious lives. My thoughts and prayers are with the families of the victims during this extremely difficult time. May the injured recover soon. An ex-gratia of Rs. 2…
— PMO India (@PMOIndia) July 29, 2023
જો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો આ ધટના આજે બપોરે બની હતી જાણકારી પ્રમાણે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફટાકડાની ફેક્ટરીની નજીકની એક હોટલની ઇમારત પણ ઘટનામાં ધરાશાયી થઈ ગઈ હતી અને અન્ય ચાર ઈમારતોને આંશિક નુકસાન થયું હતું, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા.જ્યારે 3 મહિલાઓ સહીત 8 લોકો મૃત્યુ પામ્યા હતા.
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા અને અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સહીત વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોની સંખ્યા ચોક્કસ હજી જાણી શકાય નથી.