Site icon Revoi.in

ગોવામાં કોંગ્રેસને ફટકો આપનારા 8 ઘારાસભ્યો આજે દિલ્હી ખાતે પીએમ મોદી સાથે કરશે મુલાકાત

Social Share

દિલ્હીઃ- બીજેપીના સત્તામાં આવ્યા બાદ જાણે કોંગ્રેસે રાતાપાણીએ રોવાનો વખત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના નેતાઓ રાજીનામુ આપી રહ્યા છે તો કેટલાક ઘારાસભ્યો પાર્ટી છોડીને બીજેપી પક્ષમાં સામેલ થઈ રહ્યા છે તો વળી બીજી તરફ નામાકિંત કોંગ્રેસના નેતાઓ પાર્ટી પર અધ્યક્ષપદની ચૂંટણીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે ગોવાના રાજકરણમાં પણ ગરમાટો છાવાયો છે કારણ કે 8 નેતાઓ એ કોંગ્રેસને ફટકો આપ્યો છે.

 

 ઉલ્લેખનીય છે કે યા અઠવાડિયે ગોવામાં કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા હવે આ આઠ ધારાસભ્યો સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જેમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતનો પણ સમાવેશ થાય છે. ગોવાના વર્તમાન સીએમ પ્રમોદ સાવંત તમામ 8 ધારાસભ્યો સાથે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત, માઈકલ લોબો, ડેલીલા લોબો, કેદાર નાઈક, રાજેશ ફાલદેસાઈ, સંકલ્પ અમોનકર, રૂડોલ્ફ ફર્નાન્ડિસ અને એલેક્સો સિક્વેરા સહિત આઠ ધારાસભ્યો કોંગ્રેસ વિધાનસભામાં ઠરાવ પસાર કરીને ભાજપમાં જોડાયા હતા. પાર્ટી મીટીંગ હતી. કોંગ્રેસમાં આ વિરામ બાદ ગોવામાં પાર્ટીના માત્ર 3 ધારાસભ્યો જ બચ્યા છે.

દિલ્હી જતા પહેલા પ્રમોદ સાવંતે ગોવા એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે ગત સપ્તાહે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા 8 ધારાસભ્યો પીએમ મોદીને મળવા દિલ્હી જઈ રહ્યા છે, હું પણ તેમની સાથે જઈ રહ્યો છું. માઈકલ લોબો અને દિગંબર કામત આ ધારાસભ્યોમાં સામેલ નથી. જો કે તેઓ આજ રોજ  સોમવારે સીધા દિલ્હી પહોંચી જશે. પીએમ મોદી સાથેની આ બેઠકમાં રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ તનાવડે પણ હાજર રહેશે.