Site icon Revoi.in

દેશમાં 8 નવી બેંકો ખુલશે, RBI એ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ જાહેર કર્યા

Social Share

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ‘ઓન ટેપ’ એટલે કે કોઈપણ સમયે લાઇસન્સ માટે આવેદન કરવા માર્ગદર્શિકા હેઠળ કુલ આઠ આવેદનો મળ્યા છે. આમાં તમામ પ્રકારની સેવાઓ પ્રદાન કરતી યુનિવર્સલ બેંક સ્થાપિત કરવા માટે ચાર અને સ્મોલ ફાઇનાન્સ બેંકો માટે ચાર આવેદનો સામેલ છે. યુએઈ એક્સચેંજ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ,ધ રીપૈટ્રીએટ્સ કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ બેંક લિ.,ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ,પંકજ વૈશ્ય અને અન્ય લોકોએ ‘ઓન ટેપ’ લાઇસન્સ માર્ગદર્શિકા હેઠળ યુનિવર્સલ બેંક લાઇસન્સ માટે આવેદન આપ્યું છે.

ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલે સપ્ટેમ્બર 2019 માં ચૈતન્યમાં 739 કરોડ રૂપિયાની રોકાણ પ્રતિબદ્ધતા સાથે બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. બંસલ ચૈતન્યના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી છે.

સ્મોલ ફાઇનાન્સ બેંકો માટેની ‘ઓન ટેપ’માર્ગદર્શિકા હેઠળ વિસોફટ  ટેક્નોલોજીસ પ્રા.લિ.,કાલીકટ સિટી સર્વિસ કોઓપરેટિવ બેંક લિ., અખિલકુમાર ગુપ્તા અને પ્રાદેશિક ગ્રામીણ ફાયનાશિયલ સર્વિસીઝ પ્રા.લિ. દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

ખાનગી ક્ષેત્રની યુનિવર્સલ બેંકો અને એસએફબીને ઓન ટેપ લાઇસેસિંગના માર્ગદર્શિકા અનુક્રમે 1 ઓગસ્ટ 2016 અને 5 ડિસેમ્બર 2019 ના રોજ જારી કરવામાં આવી હતી.

માર્ગદર્શિકા મુજબ,યુનિવર્સલ બેંક માટે ન્યુનતમ પેઇડ વોટિંગ ઇક્વિટી મૂડી 500 કરોડ હોવી જોઈએ. એવામાં,બેંકની ન્યુનતમ નેટવર્થ દરેક સમયે 500 કરોડ રૂપિયા હોવી જોઈએ. એસએફબીના મામલામાં ન્યુનતમ પેઇડ-અપ વોટિંગ મૂડી / નેટવર્થ 200 કરોડ હોવી જોઈએ.

જો કોઈ શહેરી સહકારી બેંક સ્વેચ્છાએ એસએફબીમાં રૂપાંતરિત થવા માંગે છે,તો પછી નેટવર્થની પ્રારંભિક જરૂરિયાત રૂપિયા 100 કરોડ છે. તેને 5 વર્ષમાં 200 કરોડ રૂપિયા બનાવવાની જરૂર રહેશે.

દેવાંશી