શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભઁગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છએ ત્યારે આજરોજ પોલીસ અને સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે વર્ષોથી ગાયબ 8 આતંકીો આજે ઝડપાયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરની તપાસ એજન્સી અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગ દ્વારા એક વિશેષ ઓપરેશન દરમિયાન લાંબા સમયથી ફરાર આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર બાબતને લઈને એક પોલીસ અધિકારીએ આજરોજ ગુરુવારે આ માહિતી આપી હતી આ ઝુંબેશએ ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી કે જમ્મુ અને કાશ્મીરની તપાસ એજન્સી અને ગુનાહિત તપાસ વિભાગે સમાજમાં ભળેલા ગુનેગારો અને આતંકવાદીઓની શોધ શરૂ કરી છે.
ગુનાહિત તપાસ વિભાગ ની ગુપ્ત માહિતીની મદદથી રાજ્ય તપાસ એજન્સી (SIA)ના અધિકારીઓએ, મહિનાઓ સુધી શાંતિપૂર્વક કામ કરીને, લગભગ ત્રણ દાયકા પછી આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓએક્ટ કેસમાં વોન્ટેડ આઠ લોકોની ધરપકડ કરી છે.
માહિતી પ્રમાણએ આ ધરપકડ કરાયેલા આઠ ફરાર લોકો આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને ત્રણ દાયકા પહેલા ડોડા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ટાડા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જમ્મુની ટાડા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવાના તેના મોટા ઉદ્દેશ્ય અને લક્ષ્યને હાંસલ કરવા માટે, SIA એ આતંકવાદ સંબંધિત કેસોમાં તમામ ભાગેડુઓને શોધી કાઢવા અને તેમને કોર્ટમાં રજૂ કરવા માટે એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં 417 અને જમ્મુમાં 317 સહિત કુલ 734 ભાગેડુઓમાંથી 327 આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ અધિનિયમ અને આતંકવાદ નિવારણ અધિનિયમહેઠળના કેસમાં વોન્ટેડ હતા, જો કે SIAએ અત્યાર સુધીમાં 369 ભાગેડુઓની ચકાસણી કરી છે અને તેની ઓળખ કરી છે – જેમાંથી 215 જમ્મુમાં અને 154 કાશ્મીરમાં છે.