ગાંધીધામના મીઠીરોહ૨ના દરીયા કિનારેથી 800 કરોડની કિંમતનો 80 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો
ગાંધીગામ: ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનોરો આવેલો છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની હેરાફેરી વધી રહી છે. કચ્છથી લઈને છેક વલસાડ સુધીના દરિયાઈ વિસ્તારોમાં પોલીસની ધોંસને લીધે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનો જથ્થો છોડીને પલાયન થઈ જતા હોય છે. તેથી બીનવારસી ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીક મીઠીરોહરના દરિયા કિનારેથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરી પોલીસની કામગીરીના ચાર ચાંદ લગાવી દીધા છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકિનનો જંગી જથ્થો હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને કહ્યું કે પંજાબ, હરિયાણાએ જેટલું વર્ષોથી ડ્રગ્સ નથી ઝડપ્યું તેટલું ગુજરાત પોલીસે 2 વર્ષમાં પકડ્યું છે.
ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે. અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ગુરૂવારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 80 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ મામલે અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યાં છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ગાંધીધામ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઝડપાયું છે