- 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવા
- નેશનલ હાઈવેની લંબાઈને 25 હજાર કિમી સુધી વધારાશે
- દેશમાં 5જી ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. ખેડૂતો, યુવાનો અને ગરીબોને અનેક રાહત આપવામાં આવી છે. ગરીબો માટે ચાલુ વર્ષ 80 લાખ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેડૂતો પણ ટેકનોલોજીની મદદથી ખેતી કરે તે દિશામાં સરકારે આયોજન કર્યું છે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, એઆઈ ટેકનોલોજીસ ડ્રોન ટેકનોલોજી અને સેમી કન્ડક્ટર્સમાં અનેક સંભાવના છે. તેને પ્રોત્સાહિત કરવામાં આવશે. 5જી લોન્સિંગ માટે સ્કીમ લવાશે. તમામ ગામના લોકો સુધી આ ઈન્ટરનેટની પહોંચ હોવી જોઈએ. આજ વર્ષ 5જી સેવાનો પ્રારંભ થશે. જગ્યાના અભાવે મોટી સંખ્યામાં ઈ-વાહન ચાર્જીંગ સ્ટશન નથી. આ માટે બેટરી અદલા-બદલી નીતિ લાવવામાં આવશે. 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. જેથી નાગરિકોને વધારે સુવિધાઓ મળશે. ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરી શકશે. જેથી પાકનું મૂલ્યાંકન, ભૂમિ અભિલેખ, જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાશે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યો સરકારો પોતોના સિલેબસમાં ફોર્મિંગ કોર્સને જોડે તે માટે પ્રોતસાહિત કરવામાં આવશે, ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફોર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમથી મદદ કરવામાં આવશે. 2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈને 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે. પર્વતીય વિસ્તારમાં પર્વતમાલા રોડને પીપીપી મોડલ પર બનાવાશે. નોર્થ ઈસ્ટના વિકાસની યોજના લોન્ચ કરાશે. જેથી અહીંના લોકોનું જીવન ધોરણ સુધરશે. 2022-23માં પીએમ આવાસ યોજના હેઠલ 80 લાખ મકાન બનાવાશે. આ માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે.