Site icon Revoi.in

શહેરમાંથી કોલેજ કરીને 80 ટકા બાળકોને વિદેશમાં ભણવા જવાની ઘેલછા 

Social Share

 

આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા થયા છે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 20 થી 25 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે.

ઉલ્લેખની છે કે આ બાબતે કુલ 241 વિદ્યાર્થી પર સર્વે હાથ ધરાયો છે. વિશ્વના 20થી 25 દેશોમાં યુવાનો અભ્યાસ માટે જાય છે અને પછી અને પછી લાઈફટાઈમ માટે ત્યાજ રહી જાય છે.

આ મામલે અલગ અલગ  કોલેજના 241 વિદ્યાર્થીઓના સરવેમાં 36.1 ટકા યુવાનોને વિદેશમાં નોકરી માટેના કાયદાઓ અને સવલતો વિશે ખ્યાલ હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 32.4 ટકા યુવાનોને વિદેશમાં સરકાર તરફથી મળતી સહાયની યોજના અંગે જાણે  છે.

અમદાવાદની એક કોલેજ દ્રારા કરવામાં આવેલા આ સર્વેની જો વાત કરીએ તો 241માંથી 59.8 ટકા વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ માટે કેનેડા અને 22.4 ટકાએ અમેરિકાને પ્રાયોરિટી આપે છે

જો કે સતત આમ થતા ભારત માટે આ ચિંતાનો વિષય તો છે જ કારણ કે વિદેશમાં ભણવા જતા ખૂબ જ ઓછા યુવકો ભારત પાછા આવે છે તેઓ ત્યાજ પોતાનો બિઝનેસ કે જોબ સેટ કરી ઠરીઠામ થાય છે, ખાસ કરીને ગુજરાતમાંથી ડોક્ટર્સનો અભ્યાસ કરવા માટે પણ લોકો વિદેશ જઈ રહ્યા છે.