ધર્મના નામે આતંક અને હિંસા ફેલવનારાઓની ધરપકડ કરવા 80 ટકા ભારતીય માને છેઃ સર્વેમાં ખુલાસો
નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તેમને સમર્થન આપનારા ઉદેયુપરના કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિનું મર્ડર થયું છે. એટલું જ નહીં સમર્થન આપનારાઓને કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 80 ટકાથી વધારે ભારતીયો માને છે કે ધર્મના નામે ધમકી આપનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.
સર્વે અનુસાર ભાજપ અને તેમના સહયોગી પક્ષ એટલે કે એનડીએ સાથે જોડાયેલા 80 ટકા તથા વિપક્ષના 82 ટકા લોકોનું માનવું છે કે, ધર્મના નામે ધમકી આપનારાઓની ધરપકડ થવી જોઈએ. એ જ રીતે, વિવિધ સામાજિક જૂથોના મોટાભાગના લોકોએ ધર્મના નામે ધમકીઓ આપનારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. સર્વેક્ષણ દરમિયાન, 80 ટકા UCH, 81 ટકા OBC, 83 ટકા મુસ્લિમ, 79 ટકા SC અને 79 ટકા ST સમાજના લોકોએ આગ્રહ કર્યો હતો કે આતંક અને હિંસા ફેલાવવા માટે ધર્મનો ઉપયોગ કરનારાઓની ધરપકડ થવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માને સમર્થન આપનારાઓને સતત ધમકી મળી રહ્યાની ઘટના સામે આવી રહી છે. એટલે જ નહીં નુપુર શર્માનું માથુ કાપી લાવનારને પોતાનું ઘર આપવાની અજમેરના એક મુસ્લિમ આગેવાને જાહેરાત કરી હતી. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. પોલીસ દ્વારા આવા બનાવોને અટકાવવા અને ધમકીઓ આપનારા કટ્ટરપંથીઓ સામે આકરુ વલણ અપનાવ્યું છે. અજમેર અને અમરાવતી હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે.
(Photo-File)