દેશમાં નોકરી કરતી 80 મહિલાઓ વર્ક ફ્રોમ હોમમાંથી ઈચ્છે છે મુક્તિ
મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી અનેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. આમ ભારતમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો પ્રારંભ થયો છે. અનલોકમાં હવે ફરીથી નોકરી-રોજગાર શરૂ થયાં છે. જો કે, હજુ અનેક મોટી કંપનીઓ કોરોના મહામારીને પગલે કર્મચારીઓને ઓફિસ બોલાવવાને બદલે વર્ક ફ્રોમ હોમ કરાવે છે. જો કે, હવે નોકરી કરતી 80 ટકા જેટલી મહિલાઓ વર્ક ફ્રોમ હોમ કલ્ચરથી કંટાળી છે અને હવે છુટકારો મેળવા માગે છે. આ મહિલાઓ હવે ઓફિસમાં જઈને ફરીથી કામ કરવાની ઈચ્છા રાખી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ક ફ્રોમ હોમ કલ્ચર કાયમી બની જશે તેવી પણ શકયતા વચ્ચે હવે ખાસ કરીને કામકાજી મહિલાઓ આ કલ્ચર માંથી મુક્તિ ઈચ્છે છે અને મીડલેવલ મહિલા કર્મચારીઓ ઓફીસે પરત જવા માંગે છે. મુંબઈ સ્થિત એક ફાઈનાન્સ કંપનીએ થોડો સમય પુર્વે તેના કર્મચારીઓને જેવો ઓફીસે કામ કરવા માટે આવવા ઈચ્છતા હોય તેઓને છુટ આપતા 80 ટકા મહિલાઓ હાજર થઈ ગયા. મોટાભાગની મહિલાઓ હવે વર્ક ફ્રોમ હોમના કલ્ચરમાંથી છુટવા માંગે છે. તેઓ અગાઉ ઘરની જવાબદારી તથા ઓફીસના કામકાજ વચ્ચે બેલેન્સ કરતા હતા તે અચાનક જ ચાલુ થઈ ગયું છે. એક સર્વે અનુસાર દેશમાં 10માંથી સાત મહિલાઓ માને છે કે વર્ક ફ્રોમ હોમમાં ઘર અને ઓફીસ વચ્ચે બેલેન્સ જાળવવું મુશ્કેલ છે.