મુરાદાબાદની એક કોલોનીના 81 પરિવારોએ સામુહિક પલાયનનો કર્યો નિર્ણયઃ કારણ જાણીને તમે પણ ચોંકી જશો
લખનૌઃ યુપીના મુરાદાબાદ સ્થિત લાજપરતનગરમાં આવેલી એક કોલોનીમાં રહેતા એક-બે નહીં પરંતુ 81 પરિવારોએ સામુહિક પલાયન અને ઘરના વેચામના બેનર લગાવ્યાં છે. મુરાદાબાદમાં બે દિવસથી આ પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, કોરોનામાં પ્રથમ બે મકાન લઘુમતી કોમના બે વ્યક્તિઓએ ખરીદ્યાં છે. તેઓ માસાહાર કરે છે. તેમજ વધારાનો માસાહાર જાહેરમાં ફેંકે છે. જેથી ધાર્મિક લાગમી દુભાય છે. જેથી કંટાળીને આ નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાજપતનગરની શિવમંદિર કોલોનાનીના બંને ગેટ ઉપર તથા અંદર વિવિધ જગ્યાએ સામુહિક પલાયન અને મકાન વેચાણના પોસ્ટર લગાવ્યાં છે. તેમજ છેલ્લા બે દિવસથી કોરોનાના રહીશો દ્રાવા ધરણાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ અંગેની જાણ થતા સ્થાનિક રાજકીય આગેવાનો પણ કોલોની દોડી ગયા હતા. તેમજ સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કોલોનોના બંને દરવાજા પાસે લધુમતી કોમના બે પરિવારે મકાન ખરીદ્યાં છે. ઉંચી કિંમતમાં આ મકાનો તેમને ખરીદ્યાં છે. જ્યારે કોલોનીમાં શિવમંદિર આવેલું છે. તાજેતરમાં તેમના ધાર્મિક પ્રસંગ્રે કેટલાક પરિવારો આવ્યો હતો. તેમજ કેટલાક માંસના અવશેષ રોડ પર ફેંક્યાં હતા. આ ટુકડાને શ્વાન મંદિરના દરવાજા પાસે લઈ ગયા હતા. જેથી ધાર્મિક લાગણી દુભાઈ છે. જેથી મકાનોની નોંધણી રદ કરવા માટે કલેકટરને માંગણી કરવામાં આવી છે.
મુરાદાબાદના કલેક્ટરે જણાવ્યું હતું કે, કોલોનીમાં વધારે મકાનો બહુમતી સમાજના છે. જ્યારે કેટલાક મકાન લઘુમતી કોમના છે. આ તેમનો આંતરિક વિવાદ છે. જેના નીરાકરણ માટે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે. આ વિવાદનો ઝડપથી નીકાલ લાવવામાં આવશે.