Site icon Revoi.in

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોનાથી સંક્રમિતઃ મુલાકાતો બંધ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાનો બીજો વેવ હવે તેના આખરી તબક્કામાં છે. કોરોના દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે સાબરમતી મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યુ છે. જેલના 81 જેટલા કેદીઓનું સંક્રમણ થતા કેદીઓની તેમના પરિવારો સાથેની મુલાકાતો બંધ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં અગાઉ અવાર નવાર કેદીઓ કોરોના પોઝિટિવ થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોના પોઝિટિવ થયા છે. આથી કેદીઓની તેમના પરિવાર સાથેની મુલાકાત બંધ કરી દેવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ગણતરીના કલાકોમાં જ 81 કેદીઓનો રિપોર્ટ કારોના પોઝિટિવ આવતા જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોના સંક્રમિત બનેલા 81 કેદીઓમાંથી પાંચ  કેદીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે બાકીના 76 કેદીઓને આઈસોલેટ કરાયા છે. અગાઉ સેન્ટ્રલ જેલના કુલ 55 જટેલા કેદીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ અંગે જેલના અધિકારીએ જણાવ્યું હતું કે જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટિંગ કરવામાંઆવી રહ્યું છે જેમાં કોરોનાની વધુ અસર હોય તેવા કેદીઓને તબીબોની સલાહ મુબજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કોરોનાના કારણે જેલ પ્રશાસન દ્વારા આખરી નિર્ણય લેવાયો છે. જેલમાં કેદીઓની પરિવાર સાથેની  મુલાકાત બંધ કરાવી દેવામાં આવી છે. હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુલ 81 પોઝિટિવ કેસ છે. જેલમાં કોરોના વધુ ન ફેલાય તે માટે મુલાકાત બંધ કરવામાં આવી છે. નવો આદેશ ન થાય, ત્યાં સુધી મુલાકાત પર રોક લગાવી દેવામાં આવી છે.