- બાળકોમાં જોવા મળ્યો નવો રોગ
- ટોમેટો ફ્લૂથી 82 બાળકો બીમાર
- જાણો તેના લક્ષણો અને નિવારણ
તીરૂવન્તપુરમ :કેરળમાં ટોમેટો ફીવર અથવા ટોમેટો ફ્લૂના ઘણા કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં પાંચ વર્ષથી નીચેના બાળકો વધુ અસરગ્રસ્ત જોવા મળે છે. જેના કારણે એકલા કેરળમાં 82 કેસ નોંધાયા છે.કહેવામાં આવી રહ્યું છે કે,આ વાયરલ ઈન્ફેક્શન નાના બાળકોને જ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જરૂરી બની ગયું છે કે,તમે આ વાયરલ ઈન્ફેક્શન વિશે માહિતી લો અને એ પણ જાણો કે તેના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ટોમેટો ફીવર શું છે
ટોમેટો ફીવરને ટોમેટો ફ્લૂ પણ કહેવામાં આવે છે જેનું વર્ણન એક પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન તરીકે કરવામાં આવે છે. હજુ સુધી તે સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી કે આ એક નવો પ્રકારનો રોગ છે કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ તાવની આડઅસર છે.તેના લક્ષણો એ હકીકત દર્શાવે છે કે તે ફક્ત નાના બાળકોને જ નિશાન બનાવી રહ્યું છે.આ તાવને ટોમેટો નામ આપવામાં આવ્યું છે કારણ કે,તેમાં ટામેટાંના કદના મોટા, લાલ અને ગોળાકાર ફોલ્લીઓ દેખાય છે.
ટોમેટો ફીવરના લક્ષણો
જે બાળકોને આ ફીવર થઇ રહ્યો છે તેમાં તેને લાલ ફોલ્લીઓ, ફોલ્લાઓ, ડીહાઇડ્રેશન, ખંજવાળ, તેજ તાવ, પીડા જેવા સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.
ટોમેટો ફીવરના અન્ય કેટલાક લક્ષણો છે જેમ કે-
- શરીરમાં દુખાવો, સોજો અને વારંવાર તરસ સાથે તેજ તાવ ધરાવતા બાળકો
- ડીહાઈડ્રેશનને કારણે બાળકોના મોં સુકાઈ જાય છે
- ઘણા દર્દીઓએ નોંધ્યું છે કે ફોલ્લીઓમાંથી પણ કૃમિ બહાર આવી રહ્યા છે.
ટોમેટો ફીવર નિવારણ
બાળકોમાં લક્ષણો દેખાય પછી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.એટલું જ નહીં, આ ઇન્ફેકશનના કિસ્સામાં ઉકાળેલું પાણી ઠંડું કર્યા પછી જ પીવો, તે પણ મોટી માત્રામાં. ફોલ્લીઓ પર ખંજવાળશો નહીં. દર્દીની સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો.આ લોકોને માત્ર હુંફાળા પાણીથી જ સ્નાન કરાવો.તંદુરસ્ત બાળકોને બીમાર દર્દીઓથી દૂર રાખો જેથી તેમને ઇન્ફેકશન ન લાગે.