અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા આજે મંગળવારે ઘટાડો નોંધાયો હતો. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 8338 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2654 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 38 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, સુરત શહેર -3 અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3 રાજકોટ શહેરમાં- 4 અને જિલ્લામાં- 2, અને તેમજ પંચમહાલ-1, વલસાડ-1, જામનગર શહેર-1 અને જિલ્લા-1, ભાવનગર શહેર-2, અને જિલ્લો-3, ગાંધીનગર જિલો- 2, અમરેલી-1, દેવભૂમિ દ્વારકા-1, નવસારી-2, બોટાદ-1,નો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 4,49,165 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,83,82,401 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 92.65 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા થોડો વધારો નોંધાયો હતો. અને મૃત્યુનો દર વધ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં આજે વધારો નોંધાયો હતો. ગઈકાલે સોમવારે રાજ્યમાં કોરોનાના 6679 કેસ નોંધાયા હતા. આજે મંગળવારે 8338 કેસ નોંધાતા 1659 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે સોમવારે 2399 કેસ નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે 2654 કેસ નોંધાતા 255 કેસનો વધારો થયો છે. રાજ્યમાં આજે 16629 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 75464 છે. જેમાં વેન્ટીલેટર પર 229 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 75235 છે,
ગુજરાતમાં કોરોનાના આજે 8338 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2654 કેસ, સુરત શહેરમાં 257 કેસ, વડોદરા શહેરમાં 1712, અને જિલ્લામાં 484 કેસ, આણંદમાં 95 કેસ, કચ્છમાં 210 કેસ, રાજકોટ શહેરમાં 475 કેસ, ખેડામાં 112, કેસ ભરૂચમાં 145 કેસ, અમદાવાદ જિલ્લામાં 48 કેસ, ગાંધીનગર શહેરમાં 223 કેસ, અને જિલ્લામાં 64, રાજકોટ જિલ્લામાં 160, કેસ, ભાવનગર શહેરમાં 80 કેસ અને જિલ્લામાં 12 કેસ, જામનગર શહેરમાં 95 કેસ, તેમજ સાબરકાંઠામાં 84 અને બનાસકાંઠામાં 212 કેસ, પાટણમાં 224, અને સુરેન્દ્રનગરમાં 37 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે 38નાં મોત નિપજ્યા હતા.