નવી દિલ્હીઃ આજે 27 જુલાઈ, CRPFનો 85મો સ્થાપના દિવસ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 27 જુલાઈ, 1939 ના રોજ સ્થપાયેલ, CRPF કાયદો અને વ્યવસ્થા જાળવવા, બળવાખોરોનો સામનો કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર છે. તેને 27 જુલાઈ, 1939ના રોજ મધ્યપ્રદેશના નીમચ ખાતે પ્રથમ બટાલિયન સાથે ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે ઉભી કરવામાં આવી હતી.
CRPF ની મુખ્ય જવાબદારીઓ અશાંત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, બળવા-વિરોધી કામગીરી, આતંકવાદ વિરોધી કામગીરી, સંવેદનશીલ સ્થાપનો અને VIP ને સુરક્ષા પૂરી પાડવી, યુએન પીસકીપીંગ મિશનમાં ભાગ લેવો છે. CRPFનું સૂત્ર છેઃ “સેવા ઔર સહાયતા” (સેવા અને સહકાર