Site icon Revoi.in

ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર વારંવાર રોડ અકસ્માતો સર્જાતા હોય એવા નવા 87 બ્લેકસ્પોટ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોને બ્લેકસ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોનું નિરીક્ષણ કર્યા બાદ નેશનલ અને સ્ટેટ હાઈવે પર નવા 87 બ્લેકસ્પોર્ટ શોધી કાઢવામાં આવ્યા છે. હવે આવા સ્થળોએ અકસ્માતો ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા દર વર્ષે નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર બ્લેકસ્પોટ ઓળખવામાં આવતા હોય છે. જેમાં નેશનલ હાઈ-વે, સ્ટેટ હાઈ-વે અને અન્ય રસ્તાઓ કે જે જોખમી હોય અને જ્યાં એક્સિડન્ટ્સની સંખ્યા વધારે હોય તે જગ્યાને બ્લેકસ્પોટ તરીકે નક્કી કરવામાં આવે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના 2020, 2021 અને 2022ના ડેટા અનુસાર ગુજરાતમાં નવા 87 બ્લેકસ્પોટ ઓળખવામાં આવ્યાં છે, જેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી છે. વિવિધ સ્થળોના બ્લેકસ્પોટ પર મળીને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 647 એક્સિડન્ટ અને 462 લોકોનાં મૃત્યુ થયાં છે. બ્લેકસ્પોટને દૂર કરવા માટે કમિટી દ્વારા સંબંધિત ઓથોરિટીને સૂચનો પણ અપાઈ છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બ્લેકસ્પોટ એટલે હાઈ-વે પર 500 મીટર લાંબો એવો હિસ્સો કે જ્યાં 3 વર્ષમાં 5 અકસ્માત સર્જાયા હોય અથવા 10 મૃત્યુ નોંધાયાં હોય. આ કામગીરી રોડ સેફ્ટી ઑથોરિટી,આરટીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને એક્સપર્ટ્સની એક કમિટી દ્વારા તૈયાર કરાય છે. મોટાં શહેરોમાં કમિટીના અધ્યક્ષ પોલીસ કમિશનર હોય છે, જ્યારે જિલ્લાઓમાં કલેક્ટર હોય છે. ઓથોરિટી દ્વારા ગયા વર્ષે 264 બ્લેકસ્પોટની વિગતો જાહેર કરાઈ હતી. તેમાં હાલમાં 87 બ્લેકસ્પોટ ઉમેરાયા છે. હવે જે જૂના બ્લેકસ્પોટ હતા તે હજુ પણ બ્લેકસ્પોટ છે કે નહીં તેની કામગીરી ચાલી રહી છે. બ્લેકસ્પોટને દૂર કરવા માટે કમિટી દ્વારા સંબંધિત ઓથોરિટીને સૂચનો પણ અપાય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગયા વર્ષે 264 બ્લેકસ્પોટની વિગતો જાહેર કરાઇ હતી. તેમાં હાલમાં 87 બ્લેકસ્પોટ ઉમેરાયા છે. હવે જે જૂના બ્લેકસ્પોટ હતાં, તે હજુ પણ બ્લેકસ્પોટ છે કે નહીં તેની કામગીરી ચાલી રહી છે. બ્લેકસ્પોટને દૂર કરવા માટે કમિટી દ્વારા સંબંધિત ઓથોરિટીને સૂચનો પણ અપાઈ છે.