- ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં 65,772 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો,
- ઓફલાઈનથી 4500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો,
- આજે પ્રવેશ માટે અંતિમ દિવસ,
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે આ વખતે પ્રવેશની કાર્યવાહી લાંબી ચાલી છે. જેમાં બીએ, બીકોમ, બીએસસી સહિતની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 87 હજાર બેઠક માટે પ્રવેશ પ્રક્રિયાના બે ઓનલાઇન રાઉન્ડના અંતે કુલ 65,772 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, ત્યારબાદ કોલેજ કક્ષાએ યોજાયેલી ઓફલાઇન પ્રવેશ કાર્યવાહીમાં બાકી રહેલી 21,228 બેઠક પર મંગળવાર સુધીમાં વધુ 4500 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે. આજે બુધવારે પ્રવેશનો અંતિમ દિવસ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં યુજી, પીજીમાં ઓનલાઇન-ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા હેઠળ ગઈકાલે મંગળવાર સુધીમાં કુલ 70,272 બેઠક ભરાઈ ગઈ છે. જ્યારે આજે બુધવારે પ્રવેશ પ્રક્રિયાના અંતિમ દિવસે 250 વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે.
ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશની રજિસ્ટ્રેશન પ્રક્રિયા જીકાસ પોર્ટલના માધ્યમથી હાથ ધરાઈ હતી. બે રાઉન્ડની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બીએ, બીકોમ, બીકોમ, બીએસસી, બીએસ ઇન્ટિગ્રેટેડ, સહિતની વિદ્યાશાખાની 65863 બેઠક માટે 50160 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે, જ્યારે એમએ, એમકોમ, એમએસસી, લૉ, બીએડ, એમએડ સહિતના અનુસ્નાતક કક્ષાના કોર્સની 21624 બેઠક માટે 15612 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો. હવે યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પ્રક્રિયા આજે બુધવારે પૂર્ણ થશે. બીજી તરફ યુજી અને પીજી કોર્સની બેઠકો પર ઘણા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે તેની મુદતમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે જીકાસ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત યુનિવ્રસિટીમાં બે રાઉન્ડની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બીએ, બીકોમ, બીકોમ, બીએસસી, બીએસ ઇન્ટિગ્રેટેડ, સહિતની વિદ્યાશાખાની 65863 બેઠક માટે 50160 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે, જ્યારે એમએ, એમકોમ, એમએસસી, લૉ, બીએડ, એમએડ સહિતના અનુસ્નાતક કક્ષાના કોર્સની 21624 બેઠક માટે 15612 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો.
#GujaratUniversityAdmissions | #OnlineAdmissionProcess | #EducationUpdate | #UniversitySeats | #StudentAdmissions | #FinalAdmissionDay | #UGAdmissions | #PGAdmissions | #UniversityEnrollment | #CollegeAdmissions | #OfflineAdmissions | #AdmissionPortal | #GUStudents | #HigherEducationIndia | #AdmissionProcess2024