1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 88.49 લાખ બાળકોને સ્ક્રિનિંગ કરાયું

ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 88.49 લાખ બાળકોને સ્ક્રિનિંગ કરાયું

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત  એપ્રિલ-2022થી 19 જાન્યુઆરી-2023  સુધીમાં રાજ્યના 88 લાખ 49 હજાર 809 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ સ્ક્રિનિંગ કરવામાં આવી હતી. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રિનિંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું 6 લાખ 47 હજાર 502 બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના 88.49 લાખ સ્ક્રિનિંગ થયેલા બાળકોમાંથી 3,195 જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે.

રાજ્ય આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત  એપ્રિલ-2022થી 19 જાન્યુઆરી-2023  સુધીમાં રાજ્યના 88 લાખ 49 હજાર 809 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ સ્ક્રિનિંગ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 4.64 લાખ, સુરત કોર્પોરેશનમાં 4.53 લાખ, કચ્છમાં 4.44 લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં 3.92 લાખ, મહેસાણામાં 3.90 લાખ, આણંદમાં 3.87 લાખ, રાજકોટમાં 3.27 લાખ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્ક્રિનિંગના નિર્ધારિત લક્ષ્યાંકના 100 ટકાથી વધુ પુર્ણ કર્યો છે. જેમાં સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ 165 ટકા કામગીરી થઇ છે. રાજ્યના 88.49 લાખ સ્ક્રિનિંગ થયેલા બાળકોમાંથી 3,195 જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. જેમાં 2,110 બાળકોની હ્રદયરોગ સંબધિત સારવાર, 724 કિડનીની સારવાર, 337 કેન્સરની સારવાર આપવામાં આવી છે. 13 બાળકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ, 10 બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને 1 બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના 0થી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે. શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુથી 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code