Site icon Revoi.in

બનાસકાંઠામાં રવિવારે યોજાનારી GPSCની પરીક્ષા 8979 વિદ્યાર્થીઓ 32 કેન્દ્રો પરથી આપશે

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

પાલનપુરઃ રાજ્યમાં આગામી રવિવારે જીપીએસસીની વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1-2ની પરીક્ષા યોજાશે. જેમાં બનાસકાંઠામાં 32 કેન્દ્રો પરથી 8979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીને સરકારી અધિકારી બનવા માટેની આ પરીક્ષા મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ રાત-દિવસ પરીક્ષાની તૈયારીઓમાં લાગ્યા છે. જીપીએસસીની પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું છે.બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવાઇ છે.તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

કલેકટર કચેરીના મહેકમ શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં 8979 ઉમેદવારો 32 કેન્દ્રના 375 વર્ગખંડોમાં પરીક્ષા આપશે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- 2ની પરીક્ષા રવિવારે યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી, વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય એ માટે પરીક્ષા કેન્દ્રોની અંદર અને તેની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજયા વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો બંધ, ઈલેકટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલ પર રોક, સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ સાથે લઈ જઈ શકશે નહી. પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે.

બનાસકાંઠા મહેકમ કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, જિલ્લાના 32 પરીક્ષા કેન્દ્રોમાં પાલનપુરમાં 25 ગોળામાં 2 ધાણાધામાં 2 કાણોદરમાં 2 અને જલોત્રામાં 1 એમ કુલ 32 કેન્દ્રોમાં પરીક્ષા પ્રક્રિયા ધરવામાં આવશે. પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. (file photo)