1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા 1.50 મીટર ખોલાયા,25 ગામોને એલર્ટ કરાયા
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા 1.50 મીટર ખોલાયા,25 ગામોને એલર્ટ કરાયા

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા 1.50 મીટર ખોલાયા,25 ગામોને એલર્ટ કરાયા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમના નવ દરવાજા 1.50 મીટક ખોલવામાં આવ્યા છે. જેના લીધે નદીકાંઠા વિસ્તારના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 3.88 લાખ કયૂસેક પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટી 24 કલાકમાં 3 મીટર જેટલી વધી હતી. શનિવારે રાત્રિના 8 કલાકે ડેમની સપાટી 133.83 મીટર નોંધાઇ હતી. સરદાર સરોવરમાં 3.88 લાખ કયૂસેક પાણીની આવક સામે 90 હજાર કયૂસેક પાણીની જાવક થઇ રહી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી સતત પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમ ઝડપથી ભરાઇ રહ્યો છે અને 138.68 મીટરની સપાટીથી હવે માત્ર 7 મીટર દૂર રહી ગયો છે. ઉપરવાસના ડેમોનું પાણી ગતરોજ સરદાર સરોવરમાં આવતાં ડેમની સપાટી ઝડપથી વધવા લાગી છે.

નર્મદા ડેમના ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે  સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50  મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1,35,000 (45,૦૦૦+ 90,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે. દરમિયાન ઇન્ચાર્જ કલેકટર મમતા હિરપરાએ  જણાવ્યું છે. કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના  તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર  હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

નર્મદા નદી કાંઠાના જે ગામોને સાવચેત કરાયા છે. જેમાં ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. (File photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code