લદ્દાખમાં આર્મીનું વાહન ખીણીમાં ખાબકતા 9 જવાન શહીદ- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
લદ્દાખ- દેશભરમાં દેશની સરહદોની રક્ષા કરનારા દેશના વીરો સીમા પર ખડેપગે અડગ રહે છે જ્યારે લદ્દાખની વાત કરવામાં આવે તો અહી પણ સતત દેશની સેના બાજ નજર રાખીને દેશની રક્ષા કરે છે જો કે કેટલાક સેનાને લગતા સમાચારથી આપણું હ્દય હચમચી ઉઠે છે જેમ કે વિતેલી રાત્રે શનિવારના રોજ સેનાના વાહનોને એકસ્માત નડ્યો હતો અને તેમાં 9 જવાનો શહીદ થયા હતા આ સમાચારથી સૌ કોઈની આંખો નમ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે લદ્દાખના લેહ જિલ્લામાં શનિવારે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડતાં નવ સૈનિકોના મોત થયા હતા જ્યારે અન્ય એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી રહી છે . જાણકારી અનુસાર આ દુર્ઘટના દક્ષિણ લદ્દાખના ન્યોમામાં ક્યારી પાસે થઈ હતી.
સમગ્ર ઘટનાની જાણકારી આપતા લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પી ડી નિત્યાએ જણાવ્યું હતું કે 10 સૈનિકોને લઈને સૈન્યનું વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં, વાહનના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સાંજે 4.45 વાગ્યે વાહન ખાડીમાં પડી ગયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લેહમાં એક માર્ગ અકસ્માતમાં નવ જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.