- રામનગરમાં પંજાબના પરિવારની કાર પાણીના પ્રવાહમાં વહી
- 9 લોકોના મોત – 1ની હાલત ગંભીર
દહેરાદૂન – દેશભરમાં વરસાદનો માહોલ જામ્યો છે આવી સ્થિતિમાં અનેક નહીઓ જળસપાટી વટાવી ચૂકી છે ત્યારે નદીના પુલ પરથી જતા વાહનો જોખમમાં મૂકાઈ રહ્યા છે કેટલીક વખત વાહનો નહીવા વહેણમાં તણાતા મોત થવાની ઘટનાઓ પમ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે ઉત્તરાખંડના મારનગરમાં મુસાફરોથી ભરેલી એક કાર નદીમાં તણાય હોવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સવારે રામનગરમાં ધેલા નદીના ઝડપી પ્રવાહમાં પ્રવાસીઓની કાર વહી ગઈ હતી. કારમાં સવાર દસ લોકોમાંથી નવના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેને રામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ સાથે જ પોલીસ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ પંજાબના પટિયાલાના રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે.
ધેલા રામનગરના એક રિસોર્ટમાં રોકાઈને પરત ફરી રહેલા ઈનોવા કારમાં દસ પ્રવાસીઓ સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 5.45 વાગ્યે પ્રવાસીઓ ધેલા નદીના માર્ગે પહોંચ્યા હતા ત્યારે તેમની કાર નદીમાં વહેતા ધારદાર પ્રવાહમાં વહી ગઈ હતી ્ને ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
10 લોકોમાંથી 1 22 વર્ષિય યુવતીને સારવાર માટે હોસ્પિટલમાંમ લઈ જવામાં આવી છે બાકીના 9 લોકોએ દમ તોડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં હજુ પણ પાંચ લોકોના મૃતદેહ છે, તેમને કાઢવાના પ્રયાસો ચાલુ છે. કારને નદીમાંથી બહાર કાઢવા માટે ક્રેનને સ્થળ પર બોલાવવામાં આવી છે. મૃતકોમાં ત્રણ યુવકો અને છ મહિલાઓનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે ચોમાસામાં અનેક નદીઓના પુલ પરથી પાણીનો પ્રવાહ જતો હોય છે આવી સ્થિતિમાં વાહનને પસાર કરવાનું જોખમ લેતા આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે.