તેલંગણાના કામારેડ્ડી જીલ્લામાં બે વાહન સામસામે ભટાકા ગંભીર અકસ્માત – 9 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
- તેલંગણાના નિઝામસાગરમાં માર્ગ અકસ્માત સર્જાયો
- 9 લોકોના થા મોત
- 17 લોકો અકસ્માતમાં ઘાયલ થયા
- પીએમ મોદી શોક વ્યક્ત કર્યો
હેદરાબાદઃ- દેશભરમાં દિવસેને દિવસે હાઈવેથી લઈને અનેક માર્ગો પર આકસ્મતાની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે આજ રોજ તેલંગણા રાજ્યમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે
પ્રાપ્ત જાણાકારી પ્રમાણે તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ઓટો ટ્રોલી માલભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.ઓટો ટ્રોલી યેલારેડ્ડી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહી હતી. કામરેડ્ડી જિલ્લાના એસપી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે લારી ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે
આ અકસ્માતની ઘટનાને મામલે શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી કામના. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છેઆ સાથએ જ આ અકસ્માતમાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.