- બિસ્માર માર્ગોને લઈને મળી હતી હજારો અરજીઃ કેબિનેટ મંત્રી
- કામની વહેંચણી કરીને ફરિયાદનો નિકાલ લાવવાના પ્રયાસો કરાયાં
- સોમનાથમાં ડિસેમ્બર મહિનામાં 50 રૂમવાળા સરકીટ હાઉસનું થશે ઉદ્ઘાટન
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર ખાડા પડ્યાં છે. મોટી સંખ્યામાં માર્ગો બિસ્માર હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. બીજી તરફ બિસ્માર માર્ગોને રિપેરીંગ કરવા માટે સરકારે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્યના 90 ટકા માર્ગો ઉપર ખાડા પુરવામાં આવ્યાં છે. જ્યાં વરસાદ નથી ત્યાં ખાડા પૂરાણ અભિયાન પૂર્ણ થયું છે. ગણતરીના દિવસોમાં જ તમામ માર્ગોને ખાડા રહિત કરવામાં આવશે. તેવો રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પૂર્ણેશ મોદીએ કર્યો હતો.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તાને લઈને અનેક અરજીઓ આવી હતી. જેથી આ અરજીનો નિકાલ માટે સ્થાનિક લેવલ સુધીની કામની વહેંચણી કરવામાં આવી હતી. જેથી હાલની સ્થિતિએ બિસ્માર રસ્તાઓને લઈને થયેલી અરજીઓ પૈકી 90 ટકાનો નિકાલ કરવામાં આવ્યાં છે. આમ 90 ટકા જેટલા બિસ્માર માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું છે.
તેમણે વધારેમાં જણાવ્યું હતું, ટ્રાન્સપોટેશનમાં ડીજીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી પ્રજાનો તેનો લાભ લઈને ઘરે બેઠા-બેઠા કામ કરી શકશે. તેમમે માત્ર ટેસ્ટ માટે આરટીઓ સુધી લાંબુ થવું પડશે. એટલું જ નહીં ટેસ્ટના સ્થળોની સંખ્યામાં વધારો કરવાની પણ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ સોમનાથમાં આગામી ડિસેમ્બરમાં 50 રૂમ સાથેના સરકીટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.