ભુજ : ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી રહી છે. બનાસકાંઠા બાદ કચ્છમાં પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાય જતો હોવાની ઉપિયાદો ઊઠી છે. અચાનક રાત્રિ દરમિયાન જ્યોતિગ્રામ યોજના હેઠળ આવતા તમામ ફીડરોમાં વીજપુરવઠો બંધ કરી દેવાતાં સમગ્ર કચ્છના ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ જેટકો દ્વારા કચ્છના તમામ સબ સ્ટેશનોને સૂચના આપવામાં આવેલી અને લોડ સાટિંગ હેઠળ ગ્રામીણ વિસ્તારનો વીજ પુરવઠો રાત્રે અચાનક બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજ્યના કોઈક જિલ્લાઓમાં સર્જાયેલી મોટી વીજ કટોકટીને પગલે કચ્છ ઉપર આ એક મોટો વીજકાપ લાદી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વરસાદનાં પગલે સમગ્ર કચ્છમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ નથી, એવા સંજોગોમાં રાત્રિના ભાગે લાદવામાં આવેલા આ વીજકાપથી ગ્રામીણ લોકો પરેશાન બની ગયા છે. ગામડાંના લોકો હજુ અજાણ છે કે આ વીજકાપનો નિર્ણય લેવાયો છે, નજીકની વીજ કચેરીઓમાં ફોનનો મારો ચાલુ થઈ ગયો છે, ત્યાંથી એવા જવાબો મળે છે કે, કામ ચાલુ છે. હમણાં જ લાઈટ આવી જશે, પણ હકીકત સાવ જુદી જ છે. આ એક અત્યંત મોટો વીજકાપ હોવાથી સમગ્ર’ કચ્છ અંધારામાં છે. માત્ર કચ્છના શહેરોમાં વીજપુરવઠો જાળવી રાખવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે રાજ્યમાં મોટી વીજ કટોકટી સામે આવી છે. જો કે, જેટકોના અધિકારીઓ કે પીજીવીસીએલના અધિકારીઓના મોબાઇલ સતત નો રિપ્લાય આવતા હોવાથી સત્ય સામે આવી શક્યું નથી. દરમિયાન કચ્છના ગામડાઓમાં વિજપુરવઠો બંધ કરાતા સર્જાયેલી પરિસ્થિતિથી અકળાયેલા લોકો મોડી રાત્રીના’ વીજ કચેરીએ ધસી ગયા હોવાના અહેવાલો સાંપડયા હતાં. મુંદરા તાલુકાના ઝરપરા ભુજપુર અને અન્ય ગામના લોકોએ મુંદરાની વીજ કચેરીએ ધસી જઈને આક્રોશ પુર્વકની રજુઆત કરી હતી. માંડવીમાં પણ રજૂઆત કરવા લોકો ધસી ગયા’ હતા. દરમિયાન નખત્રાણા તાલુકાના ગામડાઓમાં પણ સાંજથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો અકળાયા હતાં. રાપર તાલુકાના’ ચિત્રોડ, ત્રંબૌ , સહિતના ગામોમાં પણ અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.’ વીજતંત્રના જવાબદારોના ફોન સતત વ્યસ્ત આવતા હતા તેમજ કચેરીના ફોન પણ’ લાગતા ન હોવાથી’ લોકોમાં આક્રોશ ભભુકી ઉઠયો હતો. રાપર તાલુકાના ગામડઓમાં રાત્રીના 11.30 વાગ્યાના અરસામાં કયાંક’ લાઈટ આવી હતી.’ પરંતુ થોડો સમય જ ટકી હતી. વરસાદ બાદ અસહ્ય બફારાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની હાલત ભારે કફોડી બની હતી.’