દિલ્હીઃ- પ્રજાસત્તાક દિવસને લઈને દેશના 109 પોલીસ કર્મીઓને પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.જેમાં 140 પોલસ કર્મીઓને વીરતા માટે પોલીસ પુરપસ્કાર એનાયત કરાય છે. તે સિવાય વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પુરસ્કાર 93 અને મધાવી સેવા માટે 668 પોલીસ કર્મચારીઓને સમ્માનિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર દરેક કાર્યો માટે પોલીસ કર્મીઓને એવોર્ડથછી સમ્માનિત કરવામાં આવે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે પોલીસકર્મીઓને તેમની બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંથી 80ને ડાબેરી પ્રભાવિત વિસ્તારોમાં અને 45ને જમ્મુ અને કાશ્મીરમાં સેવા માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ સાથે જ આ પોલીસ કર્મીઓમાંથી 48 સીઆરપીએફના, 31 મહારાષ્ટ્ર પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 25 જમ્મુ-કાશ્મીરના, નવ ઝારખંડના, સાત દિલ્હી પોલીસના છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના બીએસએફ અને પોલીસકર્મીઓ પણ છે.