દિલ્હીઃ- દેશઙરમાં જૂદા જૂદા માર્ગોથી ઘુસણખરીને ગેરકાયદેસર રીતે પ્રવેશવાની ગતિવિઘીઓ પર અનેક દળો કડક નજર રાખી રહ્યું છે ત્યારે ગેરકાયદેસર રીતે લોકો ટ્રેનના માધ્યમથી પણ દેશમાં પ્રવેશતા થયા છે આ બાબતને લઈને રેલ્વે સુરક્ષા દળોએ એક અભિયાન ચલાવ્યું હચું જેમાં તેઓને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેનું રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને શોધી કાઢવા માટે સતત ઓપરેશન ચલાવી રહ્યું છે. આરપીએફ જવાનોએ આ મહિને 30 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે
આ સહીત રેલવે પ્રોટેક્શન ફોર્સે જૂન મહિનામાં 62 વિદેશી નાગરિકોને પકડ્યા હતા. દરમિયાન અધિકારીઓએ વિતેલા દિવસને શનિવારે જણાવ્યું હતું કે વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે.આ કિસ્સામાં, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રવક્તા સબ્યસાચી ડેએ જણાવ્યું હતું કે પ્રદેશના વિવિધ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનો પર હાથ ધરવામાં આવેલા વિવિધ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડ્યા છે.
માત્ર આ મહિનાની જ જો જાણકારીની વાત કરીએ તો 11 જુલાઈ સુધી મા જ 30 ગેરકાયદે સ્થળાંતર કરનારા ઝડપાયા , આરપીએફની ટીમોએ કુમારઘાટ, અગરતલા અને જલપાઈગુડી રેલ્વે સ્ટેશનો પર 18 રોહિંગ્યા અને 12 બાંગ્લાદેશી નાગરિકો સહિત 30 ગેરકાયદેસર વસાહતીઓની ધરપકડ કરી હતી.
જાણકારી પ્રમાણે કડાયેલા ગેરકાયદેસર વસાહતીઓને જરૂરી કાનૂની કાર્યવાહી માટે GRP અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને સોંપવામાં આવ્યા હતા. 12 રોહિંગ્યાઓને કુમારઘાટ રેલ્વે સ્ટેશન પર રાખવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે 11 જુલાઈના રોજ એક ઘટનામાં ધર્મનગર ચોકીના આરપીએફએ સ્થાનિક પોલીસ અને બીએસએફના જવાનોની મદદથી કુમારઘાટ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધર્યું હતું અને 12 રોહિંગ્યાઓને પકડ્યા હતા.
આ સહીત છ રોહિંગ્યાની ધરપકડ આ સિવાય 9 જુલાઈના રોજ આરપીએફ અને જીઆરપીએ સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર તપાસ કરી અને એક સગીર સહિત બે પુરૂષો અને ચાર મહિલાઓ સહિત છ રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. 9 જુલાઈના રોજ સમાન ઓપરેશનમાં આઠ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.