Site icon Revoi.in

ગુજરાત એસ ટી નિગમમાં 3342 કંડકટરોની ભરતીની જાહેરાત બાદ 922નો ઘટાડો કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમ દ્વારા વિવિધ ડિવિઝનો અને ડેપોમાં ખાલી પડેલી કંડકટરોની 3342 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રાજ્ય સરકારે તમામ જગ્યાની ભરતી માટેની મંજુરી ન આપતા એસ ટી નિગમ દ્વારા  3324 કંડકરોની ભરતીના સ્થાને હવે 3220 જગ્યાઓ જ ભરવામાં આવશે. એટલે કે 922 જગ્યાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસટીના કંડકટોની ભરતીમાં ઘટાડો કરાતા બેરોજગાર શિક્ષિત યુવાનોમાં નિરાશા જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત એસટી નિગમ દ્વારા ગત ઓગસ્ટ માસમાં કંડકટર કક્ષાની જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી હતી પરંતુ સરકારે તમામ જગ્યા પર ભરતીની મંજૂરી નહીં આપતા એસટી નિગમ દ્વારા ભરતીની જગ્યામાં ફેરફાર કરાયો છે, જે મુજબ પહેલા એસટીમાં 3342 જગ્યા પર કંડકરોની ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં હવે 2320 જગ્યા જ ભરવામાં આવશે. આ સાથે જ જાહેર કરેલી જગ્યાઓની સાથે અનામત બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થયો છે. ભરતીની જગ્યાઓ અપડેટ થયા બાદ હવે બિનઅનામત વર્ગમાં મહિલા અને પુરુષો સામાન્ય માટે 639 જગ્યાઓ છે જ્યારે માત્ર મહિલાઓ માટે 314 જગ્યા છે તો ઇ ડબલ્યુએસમાં સામાન્ય જગ્યાએ 155 અને મહિલાઓ માટે 76 જગ્યા છે એસ.પી.સી માં 420 સામાન્ય જગ્યા અને મહિલાઓ માટે 206 જગ્યા છે એસસીમાં સામાન્ય જગ્યા 109 અને મહિલાઓ માટે 53 જગ્યા છે એસટીમાં સામાન્ય જગ્યા 234 અને મહિલાઓ માટે 114 જગ્યા છે. એસટીની ભરતીમાં ઘટાડો કરાતા બેરોજગાર શિક્ષિત યુવાનોમાં નિરાશા જોવા મળી રહી છે. કારણ કે યુવાનો ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે.