અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં 50000થી વધુ અરજીઓ આવી હતી જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી આપી દેવામાં આવી છે. 12000થી વધુ અરજીઓનો કાયમી નિકાલ કરી દેવામાં આવ્યો છે. ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર 28,400થી વધુ ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી નિકાલ થઈ શક્યો નથી. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નાગરિકો પોતાના ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત અરજીઓ કરતા હોય છે. જેમાં બિલ્ડિંગના પ્લાન-સ્કેચ, લિફ્ટ-ફાયર, સોસાયટી, હાઇવે લાઈન, ઓએનજીસી વિગેરેની NOC, બાંધકામના પૂરતા પુરાવા રજૂ ન કરવા તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર જરૂરી પુરાવા અને દસ્તાવેજ અપલોડ કરવામાં આવતા નથી. જેના કારણે ઇમ્પેક્ટ ફીની કામગીરી ઝડપી બનતી નથી.એએમસીના ટાઉન પ્લાનીંગ શાખાને ઇમ્પેક્ટ ફીની 50000થી વધુ અરજીઓ મળી હતી. જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે 12000થી વધુ અરજીઓનો કાયમી નિકાલ કરી દેવામાં આવ્યો છે. ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર 28,400થી વધુ ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી નિકાલ થઈ શક્યો નથી. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 50480 અરજીઓ આવેલી છે. જેમાં 9547 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 12470 અરજીઓને ઈમ્પેક્ટ ફીમાં લાગુ ન પડતી હોવાને લઈ તેનો નિકાલ કરવામાં આવ્યો છે. 28463 જેટલા કેસોનો હજી સુધી પેન્ડિંગ છે. સૌથી વધુ અરજીઓ ઇમ્પેક્ટ ફી માટે જરૂરી પ્લાન અને કેસ્કેચ રજૂ ન કર્યા હોય તેવી 15767 અને ઓનલાઇન પોર્ટલ ઉપર પુરાવા અપલોડ ન કર્યા હોય તેવા 15125 અરજીઓ બાકી છે.