અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. નિકાસમાં પણ ગુજરાતના વેપાર-ધંધાએ કાઠુ કાઢ્યું છે. છેક વલસાડથી લઈને કચ્છ સુધી અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલું જ નહીં કૃષિ ઉત્પાદન પણ વધી રહ્યું છે. એટલે વેપારનો ગ્રોથ વધતા જેની સિધી ઈફેકટ રાજય જીએસટી વિભાગ દ્વારા જનરેટ કરવામાં આવતા ઈ-વે બીલોની સંખ્યા ઉપર દેખાવા લાગી છે. ગત જુલાઈ મહિનામાં જીએસટીના 96.18 લાખના ઈ-વે બિલો જનરેટ થયા હતા.
ગુજરાતમાં રક્ષાબંધન- જન્માષ્ટમીનાં તહેવારો નજીક હોવાને લીધે વેપારીઓ દ્વારા જુદા-જુદા પ્રકારના માલની હેરફેરનું પ્રમાણ પણ ક્રમશ: વધવા લાગ્યું છે. જેની સિધી ઈફેકટ રાજય જીએસટી વિભાગ દ્વારા જનરેટ કરવામાં આવતા ઈ-વે બીલોની સંખ્યા ઉપર દેખાવા લાગી છે. આ અંગેની જીએસટી વિભાગનાં કહેવા મુજબ તહેવારોનો સમયગાળો નજીક આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે વેપારીઓ દ્વારા જુદા જુદા પ્રકારનાં માલની હેરફેર વધવા લાગી છે અને જનરેટ કરાયેલા ઈ-વે બિલોની સંખ્યામાં પણ તોતીંગ વધારો થયો છે. ગત જુલાઈ માસમાં નોંધાયો હતો.
જીએસટીના સૂત્રોનાં જણાવ્યા મુજબ ગત જુલાઈ માસ દરમિયાન રાજયમાં 96.18 લાખથી વધુ ઈ-વે બિલો જનરેટ કરવામાં આવ્યા હતા અને એક માસ દરમિયાન 3.68 લાખ જેટલા ઈ-વે બિલોનું વેરીફિકેશન કરવામાં આવ્યુ હતું. તેમજ સ્ટેટ જીએસટીની જુદી જુદી મોબાઈલ ચેકીંગ ટીમોએ હાઈવે અને અલગ અલગ ચેક પોસ્ટો ઉપર ઈ-વે બીલ અંગે ચેકીંગ પણ હાથ ધર્યુ હતું. અને સૌથી વધુ જીરૂ, ટાઈલ્સ, સ્ક્રેપ તથા ટીએમટી બાર કોમોડિટીમાં રૂા.20.92 લાખની જંગી કરચોરી ઝડપી લીધી હતી. અને વેરો તથા દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે હાઈવે અને ચેકપોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન ઈ-વે બીલ ન હોવા અંગે તથા ઈ-વે બીલોમાં ગંભીર ક્ષતિઓ બદલ 591-જેટલા માલવાહક ટ્રક સહિતનાં વાહનો ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા.