છેલ્લા 10 વર્ષના બાળ શોષણ કેસના રિપોર્ટમાં 96 % આરોપીઓ હોય છે ઘર-પરિવારના જાણીતા જ
- બાળકોની જાતીય સતામણીમાં નજીકના લોકો જ વધુ
- 43 ટકા અપરાધીઓ મૂક્ત થઈ જાય છે
- 96 ટકા અપરાધીો હોય છે નજીકના સગા સંબંધીઓ
દિલ્હી- દેશભરમાં જાતીયસતામણીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે,ખાસકરીને નાની વયના બાળકો સાથે આ રીતે જે અપરાધિક કૃત્ય આચરવામાં આવે છે તેમાં મોટા ભાગના લોકો નજીકના ઓળખીતાઓ જ હોય છે.
જો કે આ વાત એક રિપોર્ટ કહે છે,નવેમ્બર 2012માં, ભારત સરકારે બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે POCSO એક્ટ લાવ્યો. તેનું પૂરું નામ છે – પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ.
જાણો ષું છે આ POCSO એક્ટ
સગીર બાળકો સામે જાતીય શોષણ, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા ગુનાઓમાં કાર્યવાહી કરવામાં આવે છે. POCSO એક્ટના 10 પૂર્ણ થવા પર ‘A Decade of POCSO’ નામનો રિપોર્ટ જારી કરવામાં યાવ્યો છે તેમાં ઘણી બાબતોનો ઇઉલ્લેખ કરાયો છે.
રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાંથી 2 લાખ 30 હજાર 730નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ મામલે ઘણા હમમચાવી મૂકનારી બાબબતો સામે આવી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારની ઘટનાઓ બની છે તેમાં 43 ટકા કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, માત્ર 14 ટકા કેસોમાં જ આરોપીઓ દોષિત સાબિત થયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળ શોષણના 96 ટકા કેસોમાં આરોપી તેમની નજીકની વ્યક્તિ હતી.POCSO એક્ટ હેઠળ, દેશમાં સૌથી વધુ 77 ટકા કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે.